જજ સાહેબ, પત્ની સેક્સ માટે પૈસા માગે છે મારી ફરિયાદનું સમાધાન કરો
હકીકતમાં પત્નીના સેક્સના ઈન્કારનો મામલો લઈને એક પતિદેવ કોર્ટમાં પહોંચ્યાં અને જાહેરમાં કહેવાય નહીં તેવી વાતો કરતાં કોર્ટ પણ શરમમાં મૂકાઈ ગઈ હતી.
લગ્નજીવનમાં ડખા તો સામાન્ય અને તેમાં મોટેભાગે ક્યાંયને ક્યાં શારીરિક સંબંધો ભાગ ભજવી જતાં હોય છે. શારીરિક સંબંધોને કારણે છૂટાછેડાનું પ્રમાણ પણ ઘણું મોટું છે. આ વાતના ઉદાહરણ સમાન એક ઘટના બની છે. હકીકતમાં પત્નીના સેક્સના ઈન્કારનો મામલો લઈને એક પતિદેવ કોર્ટમાં પહોંચ્યાં અને જાહેરમાં કહેવાય નહીં તેવી વાતો કરતાં કોર્ટ પણ શરમમાં મૂકાઈ ગઈ હતી.
આ શખ્સે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે જજ સાહેબ, મારી પત્ની મહિનામાં એકવાર સેક્સ કરતી હતી, હવે તેણે તે પણ કરવાનું બંધ કરી દીધું છે. આટલું જ નહીં, તે એકવાર સેક્સ કરવા માટે 1.25 લાખ રૂપિયાની માંગ કરે છે. હવે હું તેની સાથે રહેવા માંગતો નથી, મારે છૂટાછેડા જોઈએ છે. એક વ્યક્તિએ કોર્ટમાં આવી વિનંતી કરી છે.
પતિએ કહ્યું કે અમે 2014માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી થોડા વર્ષો સુધી બધું સારું ચાલ્યું; અરજદારે આરોપ લગાવ્યો છે કે, બાળક થયા બાદ તેની પત્નીને સેક્સમાં રસ ઊડી ગયો હતો. એટલું જ નહીં, 2017થી તે મહિનામાં માત્ર એક જ વાર તેની સાથે સેક્સ કરતી હતી. 2019 થી, તેણે એકવાર પણ સંબંધો રાખવાની ના પાડી દીધી છે.
પતિના સેક્સના આરોપ પર વાર કરતાં પત્નીએ પણ કહ્યું હતું કે તે જાડો હોવાથી યોગ્ય રીતે સેક્સ કરી શકતો નથી. આ મુદ્દે દંપતી વચ્ચે લડાઈ એટલી વધી ગઈ કે પતિએ 2021માં કોર્ટમાં અરજી કરી.
પતિનો એવો પણ આરોપ છે કે જ્યારે પણ તે તેને સેક્સ કરવા માટે કહે છે, ત્યારે તે દર વખતે તેને 1.25 લાખ રૂપિયા આપવાની માંગ કરે છે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી વાત નથી કરી રહ્યા અને જરૂર પડે ત્યારે જ તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાત કરે છે. આ પછી તેણે ફરી કોર્ટમાં અરજી કરી. જેના પર હવે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
પતિની આવી ફરિયાદ સાંભળ્યાં બાદ જજ સાહેબે તરત છૂટાછેડા મંજૂરી કરી દીધાં હતા.