પરિણીત પુરૂષોની ‘સંગિની’ બનતી અપરિણીતાઓની માનસિકતા
અપરિણીત સ્ત્રી શા માટે પરિણીત પુરૂષના બાહુપાશમાં સમાઈ જવાનો ઘણીવાર મરણિયા પ્રયાસો કરતી જોવામાં આવે છે જ્યારે તે વાસ્તવમાં સારી રીતે જાણે છે કે પોતે જ પુરૂષને વ્હાલી થવા જાય છે તે તો તેના જેવી જ કોેઈ સ્ત્રીના વ્હાલમાં મહાલતો હોય છે.
આજકાલ માનવ સંબંધોમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણે વ્યાપક સ્તરે વધ્યું છે. તેની સાથે સંકળાયેલી વ્યક્તિને ‘વો’ એટલે કે બીજી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. જો કે લગ્નેતર જાતિય સંબંધો વિષે ઘણા મોટા અને વ્યાપક પ્રમાણમાં સંશોધન કરવામાં આવ્યાં છે તેમ છતાં ”વો” તરીકે કલંકિત અને બદનામ સ્ત્રી બાબત વાસ્તવમાં કેમ કોઈ સંશોેધન કરવામાં આવ્યું નથી. વિશેષરૂપે કુંવારી સ્ત્રીના દ્રષ્ટિકોણથી સામાન્યરૂપે સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે આવી ”વો’ સ્ત્રી એટલે તે પરિણીત અને પરિચિત, અનુભવી અને પહોંચેલી માયા હોવી જોઈએ. આવા સંબંધોને સદા પરાજીત કરવાના પ્રયાસો અને તેની અવગણના જ કરવામાં આવે છે. આવા સંબંધો સાથે સંકળાયેલી સ્ત્રીઓ કે લગ્નેતર સંબંધોને પણ આમ પણ સેકન્ડ સેક્સ અથવા તો સેકન્ડ હેન્ડ સેક્સ તરીકે વખોડી કાઢવામાં આવે છે. આવામાં સંબંધો મોટે ભાગે પરિણિત પુરૂષ અને અપરિણીત સ્ત્રી વચ્ચે અથવા તો પરિણિત સ્ત્રી અને અપરિણીત પુરૂષ વચ્ચે અથવા તો પરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચે પણ જોવામાં આવે છે અને તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. આધુનિક જમાનાનું આ એક આધુનિક ‘દૂષણ’ નહિ પરંતુ ‘આભૂષણ’ છે.
આજના સમકાલીન યુગની અપરિણીત સ્ત્રી સશક્ત, સ્વતંત્ર, બિનધાસ્ત, નિર્ભય, અને સ્વાવલંબી તો છે જ તો, વળી પોતે પોતાની મન-બુદ્ધિ પર પણ સંપૂર્ણ આધિપત્ય અને પ્રભુત્વ ધરાવે છે. તે એક વાતથી પૂરેપૂરી વાકેફ છે કે તેને જીવનમાં શું મેળવવાની અપેક્ષા છે. આવી સ્ત્રીનાં તમામ પાસાંનું વિશ્લેષણ કરતાં એ વાત તો કબૂલ કરવી જ પડશે કે આધુનિક નારી એક અસાધારણ નારી તો છે જ. પરંતુ આવી ખાસિયતો અને લાક્ષણિકતાઓ છતાં આવી અપરિણીત સ્ત્રી શા માટે પરિણીત પુરૂષના બાહુપાશમાં સમાઈ જવાનો ઘણીવાર મરણિયા પ્રયાસો કરતી જોવામાં આવે છે જ્યારે તે વાસ્તવમાં સારી રીતે જાણે છે કે પોતે જ પુરૂષને વ્હાલી થવા જાય છે તે તો તેના જેવી જ કોેઈ સ્ત્રીના વ્હાલમાં મહાલતો હોય છે. આવી ઘેલછા પાછળ કોઈ તર્ક હોય, તો સ્ત્રી જ જાણે.
આજની અપરિણીત સ્ત્રી અથવા તો પરિણીત હોવા છતાં સિંગલ રહેતી સ્ત્રી પોતાના જીવનમાં કઈ વિશિષ્ટતાને મહત્ત્વ આપે છે તેનાથી પરિચિત છે. સિંગલ અવસ્થામાં પણ સ્વતંત્ર રહી જીવન નિર્વાહ કરતી કે ત્યક્તા હોય અને બાળકનો બોજ હોેય તો પણ તે સમાજમાં સ્થિર પગલે આગળ વધવાનો અને પોેતાની કારકિર્દીના ઘડતરનો પૂરેપૂરો પુરૂષાર્થ કરતી હોય છે. પોતાની વર્તમાન અવસ્થાને અવરોધ રૂપે અસ્વીકાર કરતા સિંગલ, ત્યક્તા કે કુંવારી સ્ત્રી માટે લગ્ન કરી પુરૂષના પરાવલંબી થવું જીંદગીનો પ્રધાન હેતુ હોતો નથી. વાસ્તવમાં તે લગ્નને એક સંબંધ નહિ પંરતુ બંધન માને છે. અથવા વિધિવત્ લગ્ન નહીં તો લગ્ન જેવા જ સંબંધની જવાબદારીને સમય અને શક્તિનો વ્યય સમજે છે. આવી સ્ત્રી સમય અને શક્તિને સંતાન પ્રાપ્તિ પાછળ નષ્ટજ કરવાને બદલે બીજાં ઘણાં રચનાત્મક સકારાત્મક અને સર્જનાત્મક શિખરો સર કરવામાં વિશેષ આનંદની અનુભૂતિ કરે છે.
આવી વિચાર ધારા હોવા છતાં તેને પુરૂષનું પડખું સેવવાનોે સન્નીપાત જાગ્યા વિના રહેતો નથી. આવી સ્ત્રી કદાચ એવું માનતી હશે કે પરણીને પત્ની બનીને રહેવા કરતાં તો ”વો” એટલે કે ‘અધર વુમન’ બનીને રહેવામાં બંને હાથમાં લાડવા લેવાનો લ્હાવો લઈ શકાય છે. ઘણી સ્ત્રી મનોચિકિત્સકો, મનોવિજ્ઞાાનીઓ કે મનોવિશ્લેષકો એ પોતાનાં અનુભવી તારણોના આધારે એવી સ્પષ્ટતા કરી હોવાનું જાણવામાં આવે છે કે આવી સિંગલ કે અપરિણીત કે કારકિર્દી લક્ષી સ્ત્રીઓ વિશેષ રૂપે પરિણીત પ્રેમી પુરૂષોનું પડખું સેવવા પ્રેરીત થાય છે. પરિણીત પુરૂષો તેમને વધુ આકર્ષિત કરે છે. કારણ કે આવા પુરૂષોનાં નખરાં લગભગ નહિવત્ હોય છે. તદ્ઉપરાંત તેઓ પોતાની ”વો” પાસેથી અનપેક્ષિત અપેક્ષાઓ રાખતા નથી. રીસામણાં મનામણોની પરિભાષાથી અપરિચિત હોય છે. તેઓ માત્ર પુરૂષ સહજ અપેક્ષા રાખે છે. આ બાબતમાં ક્લીનિકલ સાયકોલોજીસ્ટ ડૉ.નીરૂ તલવાર જણાવે છે કે સિંગલ પરંતુ સંપૂર્ણ સંતુષ્ટ આવી સ્ત્રી પોતાની કારકિર્દી બનાવવામાં અને પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવામાં એટલી વ્યસ્ત હોય છે કે તેમને દાંપત્યજીવનની જરૂરિયાતો અને જવાબદારીઓની જંજાળમાં ઊતરવાનું જરાય પરવડતું નથી. હવે આમાં કેટલું તથ્ય અને સત્ય સમાયેલું છે એ તો એના અનુભવી પર અવલંબે છે. તેમ છતાં એક વાતને તો અનુમોદન આપવું જ રહ્યું કે આવી અમુક ”વો” માટે આવું વિચિત્ર, વ્યાપક અને વાજબી વલણ અને વૃત્તિ સફળતાનું સોપાન પણ પૂરવાર થઈ શકે છે.
આધુનિક સમાજમાં જ્યારે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે સફળતાની સીડી ચઢવાનું સરળ થઈ ગયું છે ત્યારે ઉચ્ચ શિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર અને સ્વતંત્ર વ્યવસાયિક સ્ત્રીઓ વિશેષરૂપે પરિણીત પુરૂષોના સહવાસ સાધવાની પ્રવૃત્તિમાં પરોવાય એવી સંભાવના નકારી શકાય તો નહિ. આવી સંભાવના ઉભી થવામાં પ્રધાન કારણો એ પણ હોઈ શકે કે વર્તમાન સમયે જાતિય જીવન જીવવામાં સ્ત્રીને મળેલી મુક્તતા, વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે ઉભી કરવામાં આવેલી સ્વાવલંબી થવાની તકો, તથા તેમની પાસે રાખવામાં આવતી અપેક્ષાઓ અને અક્ષમતા. પરિણામે આવી સ્ત્રીઓમાં વ્યાપક આત્મવિશ્વાસનો સંચાર થવા પામ્યો છે. એટલું જ નહિ પરંતુ આવા આત્મવિશ્વાસના આધારે તેમણે ઘણી સિદ્ધિઓ પણ પોતાના નામે નોેંધાવી છે.
આવી સ્ત્રીઓ લગ્નજીવનને ભવિષ્યની સલામતીના સાધન તરીકે લેખાવે છે. તેઓ પોતાના વર્તમાન જીવનને વ્યવસાયિક ધ્યેયની આસપાસ ગોઠવે છે. પોતાની કારકિર્દીને વધુ મહત્ત્વ આપવી સ્ત્રીઓ પોતાના વ્યવસાય સિવાયનો મોટા ભાગનો સમય પુરૂષો સાથે અને તેમાંય વળી પરિણીત પુરૂષો સાથે જ વીતાવવાનો આગ્રહ રાખે છે. ભૂતકાળમાં આવા લગ્નેતર સંબંધોને વિકસાવવાના અને વેગ આપવાના અવસરોજ મર્યાદીત હતા તો ઘણા સંજોગોમાં આવા અવસરોને અવકાશ જ ન રહે તો ત્યારે વર્તમાન વાતાવરણ આવા સંબંધોને શરૂ કરવા જ નહિ પરંતુ પાળવા, પોષવા અને પંપાળવા માટે મોકળું મેદાન પૂરું પાડે છે. વ્યવસાયિક વિશ્વમાં સ્ત્રીઓએ નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં કામકાજના સ્થળે સ્ત્રીઓ જે જે પુરૂષોના સંપર્કમાં આવતી હોય છે તે પુરૂષો પરિણીત હોય છે એટલું જ નહિ પરંતુ સામાન્ય સંજોગોમાં આવા પુરૂષો ઉંચા પદાધિકારી અથવા સર્વેસર્વા અને કર્તાહર્તા હોય છે. કામકાજના સ્થળે સત્તાના સૂત્રો સંભાળતા પુરૂષોનું સામાજીક, વ્યવસાયિક અને જાતીય આકર્ષણ અનેરું અને અસાધારણ હોય છે. કારણ કે આવી સ્ત્રીઓની વ્યવસાયિક પ્રગતિ તથા સલામતી પોતાના ઉપરી અધિકારીઓ તથા મોટે ભાગે પોતાના બોસની ઈચ્છાઓ અને માંગણીઓ સાથે સહમતિ જાળવવા પર નિર્ભર હોય છે એટલું જ નહિ પરંતુ તેમની આધીન થવામાં જ પોતાનું શ્રેય સમાયેલું હોય છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel