SAGBARA

નર્મદાના સાગબારા અને દેડિયાપાડા ખાતે કિશોરી મેળો યોજાયો,

 


નર્મદાના સાગબારા અને દેડિયાપાડા ખાતે કિશોરી મેળો યોજાયો,

વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પુરી પાડી,

 

જેસીંગ વસાવા

વાત્સલ્ય સમાચાર

 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી નર્મદા અને આઇ.સી.ડી.એસ. કચેરી સાગબારા અને દેડિયાપાડા તાલુકાના સંયુક્ત ઉપક્રમે તા.૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત કિશોરી મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સાગબારા તાલુકાના સરકારી વિનયન કોલેજ પાનખલા અને દેડિયાપાડા તાલુકાના BRC ભવન ખાતે યોજાયેલા કિશોરી મેળામાં વિવિધ વિભાગોમાંથી પધારેલ અધિકારીઓ, કર્મચારીશ્રીઓ દ્વારા પોતાના વિભાગની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસ.ની સેવાઓ તથા યોજનાઓ, આરોગ્ય, પોષણ-શિક્ષણ, ઘરેલુ હિંસા, ICDS ના મુખ્ય સેવિકા દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનિક, સેફ ટચ, તેમજ અન્ય મહિલાલક્ષી યોજનાની વિસ્તૃતમાં કિશોરીને જાણકારી આપવામાં આવી હતી તથા આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીનું HB, વજન-ઊંચાઈ તથા BMI કરવામાં આવ્યું હતું. આ મેળામાં અંદાજીત ૨૫૦ જેટલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લિધો હતો. તથા વિવિધ વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ અંગેના સ્ટોલ મુકવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત જે કિશોરીનું HB વધારે હતું તેમને પૂર્ણા કપથી સન્માનિત કરાયા હતાં. તેમજ ધોરણ-૧૦ અને ૧૨ માં વધારે ટકા મેળવેલી કિશોરીઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપસ્થિત મહેમાનો તથા કિશોરીઓ દ્વારા Selfie પોઈન્ટ પર Selfie લેવામાં આવી હતી.

 

આ કિશોરી મેળામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિશ્રીઓ, બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી, અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસરશ્રી, AKRSP સાગબારાના પ્રતિનિધિ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આઈ.સી.ડી.એસ. કચેરીનો સ્ટાફ તથા બાળ વિકાસ યોજનાના અધિકારી સહિત મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત

રહ્યા હતાં.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!