SAGBARA

૭૫ મા પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે દબદબાભેર ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવી સલામી આપી,

૭૫ મા પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે દબદબાભેર ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવી સલામી આપી,

 

દેશના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ પોલીસના જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. ત્યારબાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલીપરેડનું નિરિક્ષણ કર્યું હતું.

 

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું.

 

આઝાદીના અમૃત કાળમાં રૂકના, ઝૂકના ઓર થકના હમે મંજૂર નહીં તેમ કહી સર્વાંગી વિકાસની વાતને આગળ ધપાવતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્રને આપણે સત્યનિષ્ઠા પૂર્વક લઈને ચાલી રહ્યાં છે. તેમના રાહ પર ચાલતા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રસ પૂર્વક કામગીરી કરી રહી છે. ખેડૂતો સહિત નાગરિકો આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારે અનેક લોકકલ્યાણકારી પગલાં લઈ રહી છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. આ શૃંખલામાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશા દર્શન કર્યું છે.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લા ઉપર રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સવિશેષ ધ્યાન આપી વિકાસની ગતિ સાથે વિવિધ લોક કલ્યાણના કામો હાથ ધર્યાં છે. નર્મદા જિલ્લાના સમગ્ર વિકાસ સાથે માળખાકીય સુવિધા અને જનસુખાકારીની ઉત્તમ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટિબ

દ્ધ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!