SAGBARA

ડેડીયાપાડામાં ચૈતર વસાવાને મોટો ફટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ડેડીયાપાડામાં ચૈતર વસાવાને મોટો ફટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“square_fit”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડીયાપાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી વચ્ચે જ મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તે દરમ્યાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકીય હલચલ મચી ગઈ છે.

રાજેન્દ્ર વસાવાએ પોતાના રાજીનામા પત્રમાં પક્ષમાં થતી અવગણના અને સતત બાદબાકી થતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મારી સતત બાદબાકી કરવામાં આવતી હોવાથી હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થાઉં છું તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.”

તેમણે વધુમાં જણાવ્યું કે તેઓએ તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવી છે. વર્ષ ૨૦૧૨થી ડેડીયાપાડા વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવામાં પોતાની તથા પોતાની ટીમની મહત્વની ભૂમિકા રહી હોવાનું તેમણે જણાવ્યું.

રાજેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ બૂથ સ્તરથી લઈ વિધાનસભા સ્તર સુધી પાર્ટીને મજબૂત બનાવવામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા હોય કે પછી ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હોય, કોઈ પણ નિર્ણયમાં તેમની જાણ કરવામાં આવતી નહોતી કે તેમનું મંતવ્ય લેવામાં આવતું નહોતું.

તેમણે આરોપ લગાવ્યો કે તેમને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ઉમેદવાર પસંદગી વખતે પણ તેમની બાદબાકી કરવામાં આવી હતી. “સતત મને ટાર્ગેટ કરીને અવગણના કરવામાં આવી,” તેમ રાજેન્દ્ર વસાવાએ રાજીનામામાં સ્પષ્ટ લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેડીયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ રાજીનામા આપી ચૂક્યા છે. રાજેન્દ્ર વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના નિકટના ગણાતા હોવાથી, તેમના રાજીનામાને ચૈતર વસાવા માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમ્યાન ચૈતર વસાવાના અનેક નિકટના સાથીઓએ પક્ષ છોડતા આપના સંગઠનમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે રાજેન્દ્ર વસાવાના રાજીનામાથી ડેડીયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીની સ્થિતિ પર કેટલી અસર પડે છે.

Back to top button
error: Content is protected !!