સુરત રેન્જ આઇજી પ્રેમવીર સિંહજી તથા નવસારી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલની સૂચનાથી નવસારી જિલ્લાના મોબાઇલ ચોરીના ગુનાઓ ઉકેલવા નાયબ પોલીસ અધિક્ષક બી.વી.ગોહીલ તથા શ્રી એસ.કે.રાય માર્ગદર્શન હેઠળ વાંસદા પો.ઇન્સપેક્ટર એન.એમ.આહિર નાઓએ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ ગામો માથી ખોવાયેલ મોબાઇલ નંગ-૦૪ જે અલગ-અલગ કંપનીઓના હોય જેની કિ.રૂ.૧,૩૫,૮૦૦/- ની કિમતના હોય જે મોબાઇલો કબ્જે કરેલ અને વાંસદા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જે મોબાઇલ ધારકોને તેઓના મોબાઇલ તેઓને ઓળખ કરાવી તેમને સુપ્રત કરવામા આવતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વાંસદા પોલીસની ટીમના એન.એમ.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર, એ.એસ.આઇ.યોગેશભાઇ પરસોત્તમભાઇ,અ.પો.કો.નરસિંહા શંકરસિંગ,અ.પો.કો.સંદિપભાઈ રમેશભાઈ સહિતની પોલીસ ટીમની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો…
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAV3 weeks agoLast Updated: February 11, 2026