SAGBARA

આપ ના સક્રિય કાર્યકર જગદીશ વસાવાએ રાજીનામા બાદ બીજેપી ને સમર્થન જાહેર કર્યું,

 

આપ ના સક્રિય કાર્યકર જગદીશ વસાવાએ રાજીનામા બાદ બીજેપી ને સમર્થન જાહેર કર્યું,

વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત ગણાતા તથા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર રહેલા જગદીશ વસાવાએ ભાજપને સમર્થન આપતો એક વિડિઓ જાહેર કર્યો છે.

જગદીશ વસાવાએ થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાં રહેલા પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમના આગામી રાજકીય નિર્ણય અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ વચ્ચે આજે તેમણે સોશિયલ મીડિયા મારફતે જાહેર કરેલા વિડિઓમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપશે અને ભાજપના ઉમેદવારોને જીત અપાવવા માટે સક્રિય રીતે કાર્ય કરશે.જગદીશ વસાવાએ વિડિઓમાં જણાવ્યું હતું કે વિકાસ, સુશાસન અને પ્રદેશના હિતને ધ્યાનમાં રાખીને તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે મતદાતાઓને પણ અપીલ કરી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વધુમાં વધુ મત આપી વિજયી બનાવે.જગદીશ વસાવાના આ નિર્ણયને કારણે નર્મદા જિલ્લાના રાજકીય વાતાવરણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે આ ઘટનાને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ તરફથી આને જનસમર્થન વધારતું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.આ ઘટનાક્રમ બાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!