SAGBARA

ડેડીયાપાડા પોલીસે તાબદા ગામની સીમમાંથી ₹9.45 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એક આરોપીની ધરપકડ – એક વોન્ટેડ

ડેડીયાપાડા પોલીસે તાબદા ગામની સીમમાંથી ₹9.45 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એક આરોપીની ધરપકડ – એક વોન્ટેડ

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કાર્યવાહી દરમિયાન મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે તાબદા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 80 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની કુલ કિંમત આશરે ₹9,45,992 થાય છે, તે કબજે કર્યો છે.

આ કેસમાં પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી પોલીસ પકડથી ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ સીરસાઠના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. પોલીસે કબજે કરાયેલ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ડેડીયાપાડા પોલીસની આ સફળ કાર્યવાહી ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક વલણ દર્શાવે છે અને આવા તત્વો સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આપે છે.

Back to top button
error: Content is protected !!