SAGBARA

પીપલોદ અને કોકમ પ્રાથમિક શાળામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે નોટબુક, પુસ્તકો અને બોલપેનનું વિતરણ,

પીપલોદ અને કોકમ પ્રાથમિક શાળામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે નોટબુક, પુસ્તકો અને બોલપેનનું વિતરણ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 84.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 47;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની પીપલોદ અને કોકમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે નોટબુક, પુસ્તકો અને બોલપેન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.

દર વર્ષે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના પ્રયાસોથી વિદ્યાર્થીઓને નોટબુક, પુસ્તકો અને બોલપેનનું વિતરણ કરવામાં આવે છે. તે પરંપરાને યથાવત રાખી આ વર્ષે પણ સાંસદ, ધારાસભ્ય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પુસ્તકોના વાંચનનું મહત્વ સમજાવ્યું. તેમણે દૈનિક પ્રાર્થના, કસરત અને યોગના લાભો અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ, સ્વસ્થ અને સંસ્કારી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો.

તેમણે વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ હાજરી આપવા, સ્વચ્છતા જાળવવા અને પાયાનું શિક્ષણ મજબૂત બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરિત કર્યા. ઉપરાંત તેમણે શિક્ષકો સાથે વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને તે માટે જરૂરી સૂચનો અને વિચારવિમર્શ કર્યો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

Back to top button
error: Content is protected !!