અસામાજીક તત્ત્વોનો ત્રાસ : સરકારી યોજનામાં તોડફોડ,: પીવાના પાણી માટે વલખા મારતા મોટીદેવરૂપણ ના ગ્રામજનો,
AAP ના જિલ્લા પંચાયત સદસ્ય ગિરધન વસાવાએ મોટીદેવરૂપણ ગામની મુલાકાત લઈ પાણીની ગંભીર સમસ્યા રૂબરૂ જોઈ,

અસામાજીક તત્ત્વોનો ત્રાસ : સરકારી યોજનામાં તોડફોડ,: પીવાના પાણી માટે વલખા મારતા મોટીદેવરૂપણ ના ગ્રામજનો,

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
મોટીદેવરૂપણ ગામે પાણી માટે હાહાકાર, સરકારી યોજનામાં તોડફોડથી લોકો તરસ્યા,
AAP ના જિલ્લા પંચાયત સદસ્ય ગિરધન વસાવાએ મોટીદેવરૂપણ ગામની મુલાકાત લઈ પાણીની ગંભીર સમસ્યા રૂબરૂ જોઈ,
સાગબારા તાલુકાના ભોરઆમલી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટીદેવરૂપણ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હેન્ડપંપનું લોખંડનું હેન્ડલ કાઢી નાખવામાં આવ્યું હોવાની તેમજ પાણીના બોરનો વાયર કાપી નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ગામમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ગામલોકોની રજૂઆત બાદ AAP ના જિલ્લા પંચાયત સદસ્ય ગિરધન વસાવાએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી વાસમો યોજના હેઠળ બનાવાયેલો પાણીનો પ્રોજેક્ટ હાલ બિનઉપયોગી બની ગયો છે અને પાણીના કુંડામાં બાળકો રમતા જોવા મળી રહ્યા છે, જ્યારે ગ્રામજનો અને પશુઓ પાણી માટે તરસી રહ્યા છે.
તેમણે તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે આટલી ગંભીર સમસ્યા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે માંગ કરી હતી કે આગામી ૨૪ કલાકમાં ગામમાં પાણીની સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અન્યથા ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.




