સેલંબા ગામના કુઈદા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો,
સાગબારા પોલીસે જુગાર રમતા ૫ ઈસમોને ઝડપી પાડ્યા, રોકડ સહિત મુદ્દામાલ કબજે,

સેલંબા ગામના કુઈદા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા પોલીસે જુગાર રમતા ૫ ઈસમોને ઝડપી પાડ્યા, રોકડ સહિત મુદ્દામાલ કબજે,
નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા જુગાર વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેલંબા ગામના કુઈદા ફળિયામાં દાળમિલની પાછળ આવેલ ખેતરમાં આમલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
જેમાં ૧) કરમસિંગ તારીયા તડવી ૨) હનિફ મહંમદઉમર મકરાણી ૩) રાકેશ ઉદેસિંગ તડવી ૪) યોગેશ રતન તડવી
૫) દિનેશ અમરસિંગ તડવી નાઓ ને પોલીસે દબોચી લીધા હતા, તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તેમજ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે ₹ ૧૧,૦૦૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે,
આ મામલે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




