SAGBARA

તંત્રની ઘોર બેદરકારી! મહુપાડામાં ક્યાં સુધી લોકો ભોગ બનતા રહેશે?,

તંત્રની ઘોર બેદરકારી! મહુપાડામાં ક્યાં સુધી લોકો ભોગ બનતા રહેશે?,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

સાગબારા તાલુકાના મહુપાડા ગામે નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીનો વધુ એક ભયાનક નમૂનો!

સોનગઢ-સાગબારા નેશનલ હાઇવે પર મહુપાડા ગામે વર્ષોથી અધૂરો પડેલો બ્રિજ હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રોડ વચ્ચે આપેલા ડાયવર્ઝનને કારણે આખું ગામ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

સવાલ એ છે કે ડાયવર્ઝન માટેની સ્પેશિયલ ગ્રાન્ટ જાય છે ક્યાં?

 

નિયમ મુજબ ડાયવર્ઝનનો રોડ વ્યવસ્થિત રાખવા માટે અલગથી સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં અહીં રસ્તા પર માત્ર મોટા-મોટા ખાડા અને ધૂળની ડમરીઓ જ જોવા મળે છે. ગ્રાન્ટનો સાચો વપરાશ ન થવાને કારણે રોજ ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાય છે.

 

આ જ બિસ્માર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે, આજે અચાનક મોહડાના ઝાડની ડાળી તૂટી પડતાં રસ્તા પરથી પસાર થતા એક અસહાય દાદા-દાદી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સાગબારા હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ દાદાની હાલત અત્યંત નાજુક (સિરીયસ) હોવાથી તેમને વધુ સારવાર માટે રાજપીપળા હોસ્પિટલ રેફર કરવા પડ્યા છે.

માનવતાની દ્રષ્ટિએ મોટો સવાલ: આની જવાબદારી લેશે કોણ?

જો આ ડાયવર્ઝન યોગ્ય હોત અને ટ્રાફિક વ્યવસ્થા સાચી હોત, તો કદાચ આ વડીલો આ ભયાનક અકસ્માતનો ભોગ ન બન્યા હોત. આ નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમનાર જવાબદાર કોણ? તંત્ર કે કોન્ટ્રાક્ટર?

 

આ ઘટનાની જાણ થતાં જ જનતાના પડખે ઊભા રહેતા જિલ્લા પંચાયત સદસ્ય ગિરધનભાઇ વસાવા સાહેબ તેમજ દેવસાકી તાલુકા પંચાયત સદસ્ય આર્તિકાબેન સોનજીભાઈ વસાવાના પ્રતિનિધિ તરીકે સોનજીભાઇ વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જિલ્લા પંચાયત સદસ્ય ગિરધનભાઈ વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું કે:

“વર્ષોથી લટકતા આ પ્રોજેક્ટ અને ભ્રષ્ટાચારની બૂમ આવતા ડાયવર્ઝનને કારણે આજે નિર્દોષ નાગરિકો હોસ્પિટલના ખાટલે છે. માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ પરિવારને આર્થિક મદદ અને ન્યાય કોણ આપશે? આ લાપરવાહી હવે સાંખી લેવામાં નહીં આવે. તંત્ર તાત્કાલિક એક્શન લે અને બ્રિજનું કામ પૂરું કરે!” તેવી લોકોની માંગ છે

આ સમગ્ર મામલાને લઈને મીડિયાના ટીમે PWD ના DE ધવલ ભાઈ ગોહિલ તેમજ AP પટેલ SO ને સંપર્ક સાધતા મીડિયાના કોલ ને ઇગનોર કરી કોઈ પ્રતિઉત્તર આપવામાં આવ્યો

નહીં

 

 

Back to top button
error: Content is protected !!