નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાનું ડેડિયાપાડામાં ભવ્ય સ્વાગત,

નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાનું ડેડિયાપાડામાં ભવ્ય સ્વાગત,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવાએ પદભાર સંભાળ્યા બાદ બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી જનતાનો માન્યો આભાર,
નવનિયુક્ત નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવાએ પદભાર સંભાળ્યા બાદ ડુમખલ સ્થિત પોતાના નિવાસસ્થાને જવા પૂર્વે ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા ચોક પાસે પહોંચીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તેઓ પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ અંજનાબેન વસાવાએ ડેડિયાપાડાના ગ્રામજનો સાથે મુલાકાત કરી ચૂંટણી દરમિયાન મળેલા સમર્થન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંજનાબેન વસાવાએ જિલ્લા વિકાસ માટે પ્રતિબદ્ધ રહી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી.




