નવા શૈક્ષણિક સત્રના શુભારંભે સાગબારા કેળવણી મંડળના હોદ્દેદારોએ સાગબારાના જે.કે. હાઈસ્કૂલની મુલાકાત લીધી,

નવા શૈક્ષણિક સત્રના શુભારંભે સાગબારા કેળવણી મંડળના હોદ્દેદારોએ સાગબારાના જે.કે. હાઈસ્કૂલની મુલાકાત લીધી,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પ્રસંગે સાગબારા કેળવણી મંડળ, સાગબારાના મંત્રી તથા ઉપપ્રમુખઓએ સંસ્થા સંચાલિત જે.કે. હાઈસ્કૂલ, સાગબારાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના શૈક્ષણિક વાતાવરણ, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
હોદ્દેદારોએ શાળાના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરી નવા સત્ર માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે ગુણવત્તાસભર શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના ઉત્તમ પરિણામો માટે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને સારા સંસ્કારો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા શૈક્ષણિક સત્ર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


