SAGBARA

સાગબારામાં આઇ.ટી.આઇ. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,

. સાગબારામાં આઇ.ટી.આઇ. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) સાગબારા ખાતે પ્રવેશ-૨૦૨૬ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ઉમેદવારે itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી અસલ દસ્તાવેજો નજીકની સરકારી ITI પર રૂબરૂ જઇ ચકાસણી કરાવવાના રહેશે. સાથે રૂપિયા ૫૦/- ઓનલાઇન રજિસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ ફોર્મ રજિસ્ટર કરાવવાનું રહેશે.

 

પ્રથમ રાઉન્ડના ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ છે. સાગબારા સરકારી આઇ.ટી.આઇના Admission Help Center પર વિનામુલ્યે પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી છે. જેની ITI માં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ નોંધ લેવી. વધુ માહીતી માટે આઇ.ટી.આઇ.સાગબારાનો રુબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી આઈ.ટી.આઇ.સાગબારા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું

છે.

 

Back to top button
error: Content is protected !!