SAGBARA

કમોદવાવ ગામને દાભવણ ગ્રામ પંચાયતમાં સમાવવાનો ગ્રામજનોનો આગ્રહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું,

 

 

કમોદવાવ ગામને દાભવણ ગ્રામ પંચાયતમાં સમાવવાનો ગ્રામજનોનો આગ્રહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5882;
AI_Scene: (-1, -1);
aec_lux: 133.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 41;

વાત્સલ્યમ સમાચાર

જેસીંગ વસાવા : સાગબારા

 

ચિકદા તાલુકાના કમોદવાવ ગામને રેવન્યુ તબદીલ કરી દાભવણ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા ગ્રામજનોએ સોરાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ રમેશ વસાવાની આગેવાની હેઠળ આગેવાનો અને ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી.

આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગની અધ્યક્ષતામાં વન વસાહતના ગામોના ખાતેદારોને મહેસૂલી ગામમાં સમાવેશ કરવા અંગે યોજાયેલી ગ્રામસભામાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ઠરાવ મુજબ ખેડૂતોને તમામ મહેસૂલી હક અને અધિકારો મળે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી ઠરાવનો અમલ ન થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

ગ્રામજનોએ વધુમાં રજૂઆત કરી કે પાક નુકસાનના વળતરમાં પણ કમોદવાવ અને કરતલ ગામના ખેડૂતો વંચિત રહ્યા છે. આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ અંગે સોરાપાડા રેન્જ ફોરેસ્ટરે ગ્રામજનોને યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!