KHEDANADIAD

આર. સી મિશન શાળા વડતાલ ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ ગામની(દર્શન ને) મુલાકાતે.

૨૯ ઓગસ્ટ ૨૦૨૩ મંગળવાર ના રોજ પ્રાર્થના સમય બાદ શાળાના મેનેજર શ્રી રેવ. ફાધર રૂમાલ્દોની પૂર્વ મંજૂરી લઈ શાળાના આચાર્યશ્રી ની રજા સાથે ધોરણ – ૮ના વર્ગ શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ 46 બાળકોને લઈને ગામ દર્શને નીકળ્યા. આગલાં દિવસે વર્ગ ખંડ માં લીડર નિમવામાં આવ્યા હતાં રુટ નક્કી કરવામાં આવ્યો હતો આ પ્રવૃત્તિ ના ઈ. ચાજૅ તરીકે દિપિકાબેન, આરતીબેન, વૈષ્ણવી બેન તુલસીબેન, કિંજલબેન ટૂકડી પ્રમાણે લાલ, લીલી, પીળી, વાદળી માં તેઓનું વિભાજન કરવામાં આવ્યું. બહેનો ની દેખરેખ માટે શીલાબેન આવ્યા હતા. સૌથી પહેલા જ્ઞાનબાગ પહોંચ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે કુવા ઉપર સ્નાન કરતા હતા, પાણી પીતા હતા તે જોયો ભગવાનના કપડાં, વાસણો, હિંડોળો, ફાનસ, ગૌશાળા જોઈ. ત્યાંથી વિશ્વ પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં આવ્યા. બાળકોએ દર્શન કર્યા. તરત ભોયરુ જોવા માટે ગયા . સામે જ બેંક ઓફ ઇન્ડિયા હોવાથી તેની મુલાકાત લીધી પૈસાની લેવડદેવડ કેવી રીતે કરવામાં આવે છે. તે માહિતી પ્રાપ્ત કરી. બેંક આપણાં પૈસા સાચવે છે. જરૂર પડે ત્યારે પાછા આપે છે. બહાર નિકળતા જ પોલીસ સ્ટેશન આવે છે. તેમાં ગયા પોલીસ કર્મી દ્વારા કેવી રીતે જાન માલનું રક્ષણ કરવામાં આવે છે. તે માહિતી પ્રાપ્ત કરી ગુનેગારોને સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે. તેજ કમ્પાઉન્ડમાં પોસ્ટ ઓફિસ આવેલી છે તેમાં ગયાં તેની કામગીરી ની માહિતી પ્રાપ્ત કરી. દેશ વિદેશમાં ટપાલ કેવી રીતે પહોંચાડવા આવે છે. તે જાણ્યું તેના કામની નોધ લીધી થોડું ચાલ્યા બાદ શ્રી લક્ષ્મીનારાયણ હોસ્પિટલમાં પહોંચ્યા ડોક્ટર સાહેબ તથા સ્ટાફ ગણ દ્વારા ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે. દર્દીના રોગ તથા તેઓનો ખોરાક અંગેની માહિતી પ્રાપ્ત કરી. અમારી ટીમ ગોમતી તળાવ જવા રવાના થઈ ત્યાં જળ નો આનંદ માણ્યો તરત ભોજન લીધું. બાગ બગીચા માં હિંચકા ખાધા રમત રમ્યા આરામ લઈ સીધા રેલ્વે સ્ટેશનને પહોંચ્યા હાલ છેલ્લા બે વર્ષથી કોરોના સમયથી રેલવે સ્ટેશન વડતાલ બંધ છે. ત્યાથી સીધી બસ સ્ટેશને આવ્યાં અતિસુંદર સ્વરછ બસ સ્ટેશન જોયું. ડેપો મેનેજર સાહેબ ને મળ્યા. તેઓ જણાવે છે. વિધાર્થી ની માટે મફત બસ પાસની સુવિધા આપવામાં આવે છે. વધુમાં તેઓ કહે છે કે આ બસ સ્ટેન્ડ નું ઉદ્ધાટન માનનીય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ અમારી આજના દિવસની છેલ્લી મુલાકાત હતી. તરત અમે શાળા એ આવ્યા. બાળકોના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો. ટીમ લીડર વૈષ્ણવી પરમાર વર્ગ શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ, શાળા ના આચાર્યશ્રી અનિકેતડાભી, મેનેજર શ્રી તથા શીલાબેન નો હૃદય પૂર્વક આભાર માને છે. 11.00 વાગે શરૂ કરવામાં આવેલ ગામ મુલાકાત(દર્શન) 4.00 વાગ્યે શાળા પટાંગણમાં આવી પૂર્ણ થઈ બાળકો માટે આજનો દિવસ ઔતિહાસી દિવસ બની ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!