GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે આ મંજૂર મળતા જ વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરાઈ રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે કે, ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકાશે. ત્યારે શું ગિફ્ટ સિટીમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી શકશે? અહીં કોણ દારૂ પી શખશે અને ક્યારે પી શકશે ? આવા અનેક સવાલો ઉભા થતા ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે.

ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ

1) FL3 લાયસન્સ શું છે? તે કોને મળી શકે ?

ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

2) FL3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે?

જે તે સેટલ/ક્લબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

3) હાલના ફેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?

ના, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.

4) ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે?

ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

5) ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?

ગીટસીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

6) FL3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ? 

લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

(7) ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે? 

FL3 લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

8) FL3 લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?

લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે ?

લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.

(10) FL3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકાશે ?

ના

11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?

ના. લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

12) FL3 લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે? 

લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે? 

ના. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહી

(14) લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઇ શું છે?

21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.

(15) પરમીટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનુ રહેશે?

લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને FL3 લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

16) હાલ રાજ્યમાં વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ અંગે શું જોગવાઇ છે ?

બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઇ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ ઇ- પરમીટ પોર્ટલ કાર્યરત છે

(17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે?

લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ લેવા માટે ઇન્કવાયકરી વધી ગઇ છે. જાણીને નવાઇ લાગે તેવી વાત એ છે કે, ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ મેળવી છે. એવુ જાણવા મળ્યુ છેકે, ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપનો ભાવ પણ વધી શકે તેવી શક્યતા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!