પી.એસ.આઈ આર.જે. ચૌધરીની કડક કામગીરીથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરી દ્વારા સતત કડક અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લામાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ હોય કે પછી હેલ્મેટ વગર બાઈક ચલાવતા વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ જિલ્લા મથક થરાદમાં છેલ્લા કેટલાક સમયથી વધતી ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા માટે પી.એસ.આઈ આર.જે.ચૌધરી દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે માર્ગો પર ટ્રાફિકનું સુચારૂ સંચાલન, અકસ્માતોમાં ઘટાડો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ ટ્રાફિક પોલીસની સખત કામગીરીને કારણે કાળા કાચવાળી ગાડીઓમાં ફરતા લુખ્ખા તત્વોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે લોકોમાં ચર્ચા છે કે આર જે ચૌધરીનું નામ સાંભળતા જ ઘણા નિયમ તોડનારાઓ પોતાનો રસ્તો બદલી નાખે છે તેમજ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ પણ ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામગીરીને પ્રશંસનીય ગણાવી હતી અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી તેમજ વાવ-થરાદ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓમાં ઘટાડો થતા સામાન્ય વાહનચાલકો અને વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે લોકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસની સતત કામગીરીને કારણે હવે માર્ગો પર વધુ શિસ્ત અને સુરક્ષા અનુભવાઈ રહી છે…




