MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ




MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ


આજ રોજ મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ૧૨ મો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ.શાળાના કેજી અને ધોરણ : ૧ થી ૧૨ ના વિધાર્થીઓ – શિક્ષકો એ અલગ અલગ યોગ – આસન કરેલ.જેમાં સૂર્ય નમસ્કાર – તાડાસન , ધનુરાસન ,પ્રાણાયામ,વજ્રાસન જેવા અવનવા શરીરને તંદુરસ્ત બનાવવા માટે જરૂરી આસન કરાવેલ.આ સાથે વિધાર્થીઓને આજના દિવસની સવિશેષ માહિતી મળે એ માટે ધોરણ : ૫ થી ૧૨ ના વિધાર્થીઓની યોગ વિષય આધારિત MCQ ટેસ્ટ સ્પર્ધા યોજેલ અને પ્રથમ – દ્રીતીય અને તૃતીય નંબર પણ આપેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ભગવાનજીભાઈએ કરેલ.કાર્યક્રમમાં વિધાર્થીઓને યોગ વિષય પર વધુ માહિતી અને માર્ગદર્શન ઉર્વશીબેન અને ખુશીબેને આપેલ.યોગ કરીને વિધાર્થીઓને લીંબુ સરબત આપીને શરીરને વધુ તાજગીમય અને સ્ફૂર્તિમય બનાવેલ.શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ વિધાર્થીને અભ્યાસમાં યાદ શક્તિ વધારવા માટે જરૂરી યોગની માહિતી આપી અને રોજે સૂર્ય નમસ્કાર કરવાનું સૂચન કરેલ.શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા બદલ દરેક વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન પાઠવેલ.



