“દબાણ હટાવવાના બહાને વૃક્ષોનો ભોગ! મીઠાવીચારણ ગ્રામ પંચાયતની કાર્યવાહી વિવાદમાં”

વાત્સલ્ય
મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે “વૃક્ષો વાવો, વરસાદ લાવો” જેવા સંદેશાઓ સાથે સતત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પરંતુ મીઠાવીચારણ ગામમાં તેની વિરુદ્ધ તસવીર જોવા મળી રહી હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, માર્ગ પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વર્ષો જૂના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પહેલાં ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો અને ગામના લોકો તેમજ પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા, તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
એક તરફ પર્યાવરણ જાળવવા લાખો રૂપિયાનો ખર્ચ કરીને વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો બીજી તરફ ગામમાં ઉભેલા વૃક્ષોનું નિકંદન થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો વૃક્ષો દૂર કરવા જરૂરી હતા તો તેની મંજૂરી અને વૈકલ્પિક વૃક્ષારોપણની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં?



