THARADVAV-THARAD
ઉંદરાણા-આસોદર રોડ પર કરુણ અકસ્માત : માતાની નજર સામે પુત્રનું મોત, માતા ગંભીર ઇજાગ્રસ્ત ગામમાં ગમગીની, પરિવાર પર આભ તૂટી પડ્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ઉંદરાણા-આસોદર રોડ ઉપર બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે માતાની નજર સામે જ પુત્રનું કરુણ મોત નિપજ્યું હતું.મૃતક જીવણભાઈ ગોવિંદભાઈ હેમાસીયાનું કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત સમયે તેમની માતા પણ બાઈક પર સાથે હતાં. અકસ્માતમાં માતાને હાથ અને પગ બંને જગ્યાએ ફેક્ચર થયા હતા તેમજ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતાં.
ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.




