નર્મદાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની જરજરીત હાલતમાં શુ આ રીતે ભણસે ગુજરાત……?
શાળાના બાળકો લીમડા ના ઝાડ નીચે બેસી શિક્ષા મેળવવા બન્યા મજબૂર શુ આ રીતે ભણસે ગુજરાત....?
નર્મદાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની જરજરીત હાલતમાં શુ આ રીતે ભણસે ગુજરાત……?
શાળાના બાળકો લીમડા ના ઝાડ નીચે બેસી શિક્ષા મેળવવા બન્યા મજબૂર શુ આ રીતે ભણસે ગુજરાત….?
વસિમ મેમણ / તિલકવાડા
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી બાળકો લીમડા ના ઝાડ નીચે અને ગ્રામજનોના ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે આ પ્રાથમિક શાળા વર્ષો જૂની જળ જરિત હાલતમાં હોવા છે તેમ છતાં આ પ્રાથમિક શાળા બનવવામાં આવતી નથી અને આ કારણે બાળકોના વાલીઓ પોતાના બાળકોને લઈ કાઠયાવાડ તરફ જવા મજબુર બન્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત
ઉલ્લેખનીએ છે કે દરેક બાળકને શિક્ષા મળી રહે અને દરેક બાળક આવનારા સમયમાં દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આ યોજનાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ સરકાર તરફથી ફાળવવામાં આવતિ હોઈ છે પરંતુ ઘણી વાર કેટલાક અધિકારીઓની નિષ્કાળજી ના કારણે આ ગ્રાન્ટનો લાભ છેવાડા સુધી પહોંચી શકતો નથી આવી જ એક ઘટના નર્મદા ના તિલકવાડા તાલુકામાં સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના ખરોડ ગામે પ્રાથમિક શાળા તો આવેલી છે પરંતુ આ શાળા વર્ષો જૂની હોવાથી એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ત્યાં બેસીને ભણવાનું એ જોખમકાતક બની શકે છે જેના કારણે બાળકો લીમડા ના ઝાડ નીચે અને ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે તો કેટલાક ગ્રામજનો તો પોતાના બાળકો શિક્ષા મળી રહે તે માટે કાઠયાવાડ જવા મજબુર બન્યા છે. તો બીજી તરફ શાળા ની અજુ બાજુ ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે બાળકો માં બીમારી થવાનો ડર ઉભો થાય શકે છે. પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ શાળા બનવવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને આ શાળા બનાવવામાં આવતી નથી જેના કારણે છેલ્લા ઘણા સમય થી બાળકો ગ્રામજનોના મકાન માં બેસી ને શિક્ષા મેળવી રહ્યા છે. તો શુ આ રીતે ભણસે ગુજરાત….? એક તરફ સરકાર સૌ ભને સૌ આગળ વધે નો સૂત્ર આપી રહી છે ત્યારે બીજી તરફ અધિકારીઓ બાળકો ના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તો શું આ રીતે ભણસે ગુજરાત….?