VADODARA CITY / TALUKO

ભારતથી લંડન સુધી ૧૬,૬૯૭કિમીની સાઈકલ યાત્રા

૧૫ દેશમાં તિરંગો લહેરાયો, ૧૦૫૦ થી વધુ વૃક્ષોનું રોપણ

સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ
+91 9925839993

બીફોર કલાઈમેન્ટ ચેન્જ નારાના તળે નિશા કુમારી અને નિલેશ બારોટની નેતૃત્વ હેઠળની સાઈકલિંગ ટીમે ભારતથી લંડન સુધીની ૧૬,૬૯૭કિમીની મહાન સાહસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી.લંડનના સ્વામિનારાયણ મંદિર નીસ્ડન ખાતે ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આ ઐતિહાસિક યાત્રાનો વિજયોત્સવ ઉજવાયો.

નિશાકુમારી જેમણે ૧૭ મે ૨૦૨૩ ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરીને ગૌરવ મેળવ્યું હતું અને નિલેશ

બારોટ, જેમણે સમગ્ર યાત્રાના લોજિસ્ટિક અને ટેકનિકલ આયોજન સંભાળ્યું એમણે આ અભિયાન દ્વારા વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને પર્યાવરણ જાગૃત્તિ માટે સંદેશો ફેલાયો. આ યાત્રા દરમ્યાન ટીમે ૧૫ દેશો પાર કર્યા અને ૧૦૫૦ થી વધુ વૃક્ષો રોપીને પર્યાવરણ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા હતા.આ સાઈકલિંગ અભિયાન દરમ્યાન દરેક દેશમાં ભારતનો ત્રિરંગો ગૌરવપૂર્વક ફરકાવ્યો ગયો.ભારતના સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ સુરક્ષા માટેના સંદેશને સમગ્ર યાત્રા માર્ગ દેશોમાં ફેલાવવામાં આવ્યો હતો.સમગ્ર

પ્રવાસ દરમ્યાન સાઈકલિંગ ટીમના લોજિસ્ટિક્સ મેનેજર અને ટેકનિકલ સહાયક તરીકે ભુમિકા ભજવી હતી.દરેક પ્રકારના ભુપ્રદેશ અને હવામાનને પાર કરવા માટે સંપૂર્ણ ટેકનિકલ સપોર્ટ. પ્રવાસ દરમ્યાન વિવિધ દેશોના ભારતીય દુતાવાસો અને સ્થાનિક સમર્થકો સાથે સહયોગ રહ્યો હતો.સાયકલિંગ કોચ નિલેશ બારોટએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર એક શારીરિક સાધના નથી પણ એક મહાન મિશન છે જે લોકોમાં પર્યાવરણ માટે સજાગ થવાની પેરણા ફેલાવે છે.ત્રિરંગાને વિવિધ દેશોમાં લહેરાવવો એ ગૌરવની ક્ષણ હતી.

Back to top button
error: Content is protected !!