NATIONAL

અમે બધા ચોર છીએ અને તમે બધા સાધુ? : મમતા બેનર્જી

ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન (Hemant Soren)ની ધરપકડ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર રોષ ઠાલવ્યો છે. તેમણે આજે કેન્દ્રીય એજન્સી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ચૂંટણી જીતવા તમામને જેલમાં નાખી રહ્યા છે. અમે બધા ચોર છીએ અને તમે બધા સાધુ છો? મને જેલમાં નાખશો તો હું તોડીને બહાર આવી જઈશ. આજે ક્ષમતા છે એટલે એજન્સી લઈને ફરી રહ્યા છો, કાલે નહીં રહે તો સૂટ પણ ગાયબ થઈ જશે.’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)ની સંસદ પદ રદ કરવાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘મહુઆને કાઢી મુકવામાં આવી છે, પરંતુ મને ખબર છે કે, તમે (જનતા) તેમને વોટ આપી ફરી જીતાડશો.’

તેમણે કહ્યું કે, ‘હું બંગાળમાં એનઆરસી લાગુ કરવા નહીં દઉ. ચૂંટણી પહેલા BJP એનઆરસી લાગુ કરવા જઈ રહી છે. શું મહુઆ અહીંની નાગરિક નથી? વોટ આપો છો તો તેઓ નાગરિક છે. BSFનો અત્યાચાર વધી રહ્યો છે.’ આ ઉપરાંત તેમણે સવાલના અંદાજમાં કહ્યું કે, ‘બીએસએફ ઈનરલાઈન પરમિટ કેમ આપશે. ડીએમ લોકોને કહીશ કે, તમે ઈનરલાઈન પરમિટ આપો.’ તેમણે પ્રજા તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘તમે અમારો સાથ આપશો તો વચન આપું છું કે, ચૂંટણી જીત્યા બાદ હું દિલ્હીમાં દખલ કરીશ. ચૂંટણી બાદ પ્રાદેશિક પક્ષો એક થઈને શું કરશે તેનો નિર્ણય કરાશે.’ મમતાએ સ્પષ્ટ કહ્યું કે, અમે લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડીશું. કારણ કે અમે ગઠબંધન ઈચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ (Congress) CPM સાથે છે. હું સીપીએમ સાથે નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!