GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

છેલ્લા પાંચ વર્ષથી દારૂના કેસનો વોન્ટેડ આરોપી MGS ગરનાળા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો

તારીખ ૦૭/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ના ભાગરૂપે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે ડી તરાલ અને સર્વેલન્સ સ્ટાફના માણસો સોમવારે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળેલ કે વર્ષ ૨૦૧૮ ના કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન નાં ગુના નો નાસ્તો ફરતો આરોપી ગોરસિંગભાઈ ચુનિયાભાઈ ઉર્ફે સુકિયા ભાઈ મેડ ઉ. વ.૩૭ રે. ઝરી ખુર્દ જી દાહોદ ગાડી મા બેસીને દાહોદ થી વડોદરા તરફ જનાર છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ દ્વારા કાલોલ ના એમજીએસ હાઇસ્કુલ ના ગરનાળા પાસે વોચ ગોઠવતા બાતમી મુજબની ગાડી આવતા પોલીસ રોકીને ખાતરી કરી બાતમી મુજબનો આરોપી ગાડીમાં બેઠેલો હોય તેનું નામ પૂછી તેને હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આમ કાલોલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!