GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સિરામિક કારખાનેદારના નુકશાની વળતરના દાવા સામે જી.એસ.પી.સી એ કરેલ અરજીને કોર્ટે ફગાવી

મોરબીના સિરામિક કારખાનેદારના નુકશાની વળતરના દાવા સામે જી.એસ.પીસી એ કરેલ અરજીને કોર્ટે ફગાવી

મોરબી માં હળવદ રોડ,ઉંચી માંડલ ગામે આવેલ સેરોન ગ્રેનાઈટો પ્રા.લી. ના ડાયરેક્ટર શ્રી રવિકુમાર રૂગનાથભાઈ પટેલે મોરબી ની સિવિલ કોર્ટ માં (૧) ગુજરાત ગેસ લીમીટેડ-મોરબી ઝોનલ ઓફીસ (૨) ગુજરાત ગેસ લીમીટેડ-રજીસ્ટર્ડ ઓફીસ (૩) ગુજરાત ગેસ લીમીટેડ-કોર્પોરેટ ઓફીસ તથા (૪) નાયબ ઈજનેર સાહેબશ્રી-જેટકો ચારે સામે રૂા.૩૫,૦૦,૦૦૦/- ની નુકશાની મેળવવા દાવો દાખલ કરેલ જે દાવાની હકીકત એવી છે કે આ ચારેય પ્રતિવાદીઓએ વાદી સેરોન ગ્રેનાઈટો પ્રા.લી.ની ફેકટરી ના પ્રીમાઈસીઝ પાસે પ્રતિવાદી ના મેઇન્ટેનન્સ વિભાગ દ્રારા રીપેરીંગ કામ દરમ્યાન બેદરકારી રાખતા તેમની બેદરકારી ના કારણે વાદી સેરોન ગ્રેનાઈટો પ્રા.લી. ને ગેસનુ પ્રેસર ઘટી જતા ભઠ્ઠી માં તાપમાન ઘટી જતા માલ ને મોટુ નુકશાન થતા નુકશાન વળતર મેળવવા સ્પે.દિવાની કેશ નં.૩૫/૨૧ થી દાવો દાખલ કરેલ સદરહું દાવામાં પ્રતિવાદી તરફથી એવી અરજી કરવામાં આવેલ કે આ દાવો કોર્ટમાં ચલાવી ન શકાય અને આ દાવો “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ અન્વયે આ દાવો લવાદી કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરેલ જેમાં વાદી તરફથી સખત વાંધાઓ રજુ થતા અને દલીલો રજુ થતા નામદાર કોર્ટ ના સિવિલ જજ સાહેબશ્રી ડી.કે.ચંદનાણી સાહેબે પ્રતિવાદી ની લવાદી કોર્ટ માં દાવો ટ્રાન્સફર કરવાની અરજી “રદ” કરેલ અને નામદાર કોર્ટે વધુ માં એવુ જણાવેલ છે કે વાદીએ આ દાવો ફક્ત ગુજરાત ગેસ લીમીટેડ સામે જ કરેલો નથી પરંતુ વાદી એ આ દાવામાં ગુજરાત ગેસ લીમીટેડ સાથે GETCO ને પણ પ્રતિવાદી પક્ષે જોડેલ છે અને પ્રતિવાદી ગુજરાત ગેસે પોતે જ તેના નોટીશ જવાબ માં વાદીને થયેલ નુકશાની અંગે GETCO જવાબદાર છે તેવું દર્શાવેલ હોઈ તેથી જ વાદી એ બન્ને કહ્યું સામે દાવો કરેલ તેથી આર્બીટ્રેશન એકટ ની કલમ-૮ ની જોગવાઈ મુજબ ફકત જે ફ્રનું સાથે કરાર થયો હોઈ તે એક જ કાં ની સામે દાવો દાખલ કરેલ હોય તો જ આ એકટની કલમ-૮ લાગુ પડે જયારે આ દાવા માં બીજી કાં GETCO પણ પક્ષકાર તરીકે હોઈ GSPC ની તરફથી કરવામાં આવેલ “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ મુજબ આ દાવો લવાદ કોર્ટ માં ટ્રાન્સ્કર કરવા કરેલ અરજી નામદાર કોર્ટે રદ કરેલ છે.

આ દાવા ના કામે વાદી પક્ષે કોટક લો ચેમ્બર માં પ્રેકટીશ કરતા વિદ્રવાન વકીલ શ્રી હાર્દિક ગોસ્વામી તથા હિરેન ડી. ગોસ્વામી રોકાયેલ હતા અને નામદાર સિવિલ જજ સાહેબશ્રી ડી.કે.ચંદનાણી સાહેબે આ હુકમ કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!