BANASKANTHAPALANPUR

અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ વિદ્યાલય વિસનગરમાં શિક્ષક દિન નિમિત્તે Banking Transactions Information & Banking Cyber Crime વિશે કાર્યક્રમ યોજાયો 

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત શિક્ષક દિન નિમિત્તે સાયબર ક્રાઇમ અને બેંકના વ્યવહાર વિશે પ્રસંગિક પ્રવચન રાખવામાં આવ્યું હતું. જેમાં એસ.બી. આઈ. બેન્ક, વિસનગરના ચીફ મેનેજરશ્રી અરવિંદ કુમાર અનલ, ફિલ્ડ ઓફિસરશ્રી અતીક અછાવા, નિસર્ગ કંસારા (એસોસીએટ), પ્રદીપ રાજપૂત (ક્લેરીકલ)વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શાળા દ્વારા સાલ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે બેંકના ચીફ મેનેજરશ્રી અરવિંદ કુમાર અનલે પણ બુકેથી આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી નું અભિવાદન કર્યું હતું અને BEST TEACHER તરીકે મહેશભાઈ કે. ચૌધરીને મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું.આજના “શિક્ષક દિન” કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન વિશે મર્મસ્પર્શી પ્રવચન આપ્યું હતું. શાળાના શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન ચૌધરીએ ગુરુ ગોવિંદ વિશે સદ્રષ્ટાંત પ્રવચન આપીને શિક્ષકોની વિદ્યાર્થીઓમાં અમિટ છાપ છોડી હતી. એસ.બી. આઈ. બેન્કના ચીફ મેનેજરશ્રી અરવિંદ કુમાર અનલે વિદ્યાર્થીઓના જીવનના અમૂલ્ય ઘડવૈયા એવા શિક્ષકો વિશે પ્રેરણાદાયી પ્રવચન આપીને ખાતાધારક સાથે થતા સાયબર ક્રાઇમના કિસ્સાઓ તથા બેંકની વિવિધ યોજનાઓ અને વ્યવહારોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અંતમાં આભાર વિધિ શિક્ષક શ્રી રાજુભાઈ પરીખે કરી હતી અને એસબીઆઇ બેન્ક દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠુ કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રી કોકીલાબેન ચૌધરી અને સુરેખાબેન ચૌધરીએ કર્યું હતું.કાર્યક્રમનું સુંદર આયોજન થવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!