KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના ભૈરવી શાનેશ્વર ધામમાં ૧૭/૦૬/૨૩ના રોજ શનિ અમાવસ્યા નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલા ભૈરવીના શનિદેવ મંદિરે શનિ અમાવસ્યા નિમિત્તે હોમ,હવન,પૂજા,અભિષેક મહાપ્રસાદ સહિતના વિવધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરના પુજારીએ જણાવ્યું કે આ વર્ષે તિથિ 17 જૂન શનિવારના દિવસે અમાવાસ્યા હોવાથી તેને શનિ અમાવાસ્યા કહેવાય છે. જ્યોતિષ મા શનિ દોષ સાઢેસાતીથી પીડિત જાતકો માટે શુભ માનવામા આવે છે,આ દિવસે શનિદેવ પૂજા પાઠ સ્નાન દાન વગેરેનુ પણ વિશેષ મહત્વ છે શનિ અમાવાસ્યાના દિવસે શનિ ભગવાનને ભજવાથી જે રાશિમા નાનિ પનોતિ અને મોટી પનોતી ચાલી રહી હોય તો એ રાશિના વ્યક્તિને આયુ આયુષ્ય,આરોગ્ય સારુ રહે છે તથા સર્વ ભક્તોને આધી વ્યાધી ઉપાધી રોગ અને શોકમાથી મુક્તિ મળે છે. વિશેષ કરીને શનિ અમાવાસ્યા વર્ષમા એક યા બે વાર આવે છે આ દિવસે શનિદેવનુ જપ તપ હવન પૂજા અભિષેકનુ ફળ બમણૂ મળે છે.શનિ ભગવાન એટલે ન્યાય નિતી વ્યવહાર દયા અને ક્ષમાશીલ ભગવાન છે.આથી તમામ ભક્તોને શનિપુજા માટે સંચાલકો તરફથી આમંત્રણ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!