20-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- તાલુકા હેલ્થ ઓફિસર ડો.પોલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો.રુચિતાબેન ધુઆના માર્ગદર્શન હેઠળ ફ્યુઝીફિલ્મ નેવર સ્ટોપ ઓર્ગેનાઇઝેશન અને આશુતોષ સી.એફ.એસ. કંપનીના સહયોગથી ટીબી મુક્ત ભારત અંતર્ગત આધુનિક પોર્ટેબલ એક્સ રે મશીન દ્વારા 100 લોકોનું સ્થળ પર જ ટીબી રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. સાથે 125 લાભાર્થીઓનું બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપ ચેક કરવામાં પણ આવ્યું હતું. ટીબી નિદાનમાં ડો.હસનઅલી આગરીયા, ભાવેશ ઢોલા, મલુક સમા જ્યારે બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ ચેકઅપમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ખુશ્બુબેન અસારી, જયોતિબેન જોષી, હેલ્થ સુપરવાઈઝર બ્રિજેશ ચારેલ, જીગ્નેશ પંચાલ અને નીકુલ પરમારે સેવા આપી હતી. તથા બ્લડ ગ્રુપ ચેકઅપ લેબોરેટરી ટેકનીશીયન સંસ્કૃતિબેન મહેતાએ કર્યું હતું. સમગ્ર કેમ્પને સફળ બનાવવા આશુતોષ સી.એફ.એસ. કંપનીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.