GUJARATJETPURRAJKOT

Rajkot: “બેટી બચાવો,બેટી પઢાવો” યોજના અંતર્ગત રાજકોટ જીલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે “કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન” કાર્યક્રમ યોજાશે

તા.૧૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કેન્દ્ર સરકારશ્રીની “બેટી બચાવો,બેટી પઢાવો”યોજના અંતર્ગત રાજકોટ જીલ્લામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે તે હેતુથી “કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન ” કાર્યક્રમનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૪ ને સોમવારે સાંજે ૦૪.૦૦ કલાકે, હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના IAS,IPS,GAS,GSS કેડરના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને દીકરીઓને માર્ગદર્શન પુરૂ પાડશે.

“કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન” કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ લીંક https://forms.gle/F5dT8fS83x9Hz2t56 પરક્લીક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ફોર્મ ભરનાર પ્રથમ ૨૫૦ દીકરીઓને જ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવશે. જેથી વહેલી તકે નોંધણી કરાવી લેવાની રહેશે. તેમજ સહભાગીની પસંદગીનો આખરી નિર્ણય મહિલા અને બાળ અધિકારીની કચેરીનો રહેશે. કાર્યક્રમમાં આવનાર દીકરીઓને અધિકારીઓ સાથે સીધી પ્રશ્નોતરી કરવાનો મોકો મળશે. જેથી પોતાને મુંજવતા પ્રશ્નોનું લીસ્ટ તૈયાર કરવાનું રહેશે.આ કાર્યક્રમ અંગે કંઈપણ પ્રશ્ન હોય તો જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં ૦૨૮૧ ૨૪૪૮૫૯૨ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે, તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!