GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રના પુનઃનવનિર્મિત ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઇ નગર સહીત તાલુકામાં ભારે ઉત્સાહથી ઉત્સવને મનાવ્યો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૨.૧.૨૦૨૪

આજે 22 જાન્યુઆરી સોમવારના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા સનાતન હિંદુ ધર્મના આરાધ્ય પ્રભુ ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રના પુનઃ નવનિર્મિત ભવ્ય મંદિર માં ભગવાન પ્રભુ શ્રી રામચંદ્ર ની પ્રતિમા ને સ્થાપિત કરવાની ઐતિહાસિક ક્ષણ ને વધાવવા દેશ ભરના હિંદુઓમાં એક અનેરો ઉત્સાહ છે,ત્યારે નગર શહેર શહેર,ગામડે,ગામડે રામ..અયેંગે..અયેંગે રામ આયેંગે..ના ગીત સાથે સૌ કોઈને મુખે જય શ્રી રામ સાંભળવા મળી રહ્યું છે.આજે હાલોલ તાલુકાના કંજરી શ્રીરામજી મંદિર ખાતે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રભાત ફેરી કરવામાં આવી હતી.જયારે મંદિર પ્રાંગણ માં ધનુષધારી પ્રભુ શ્રીરામ ના ચિત્ર ની રંગોળી સજાવવમાં આવી હતી. સાથે આ સિધ્ધપીઠ ની સ્થાપના કરનાર પ.પૂ.જાનકીદાસ મહારાજ અને હાલ ના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારાજ અને શ્રી કૃષ્ણ ના બાળ સ્વરૂપ ની પણ રંગોળી સજાવવમાં આવી છે. મહિલા મંડળ દ્વારા રામધૂન અને ભજનો ની રમઝટ બોલાવવામાં આવી ત્યારબાદ શ્રી રામ મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.મંદિર ના મહંત પૂ. રામચરણ દાસજી મહારાજને અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા નો અવસર પ્રાપ્ત થયા તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચ્યા છે, ત્યારે અત્રેના સિદ્ધપીઠમાં તેઓના માર્ગદર્શન હેઠળ ભક્તો દ્વારા આજે વિવિધ કાર્યક્રમોનો કરી આજના ગૌરવંતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે કંજરી રોડ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અખંડ ધૂન યજ્ઞ તેમજ આજે પ્રાણપ્રતિષ્ઠા નું જીવંત પ્રસારણ ભક્તો એ નિહાળ્યું હતું. જયારે સાંજે 5.00 કલાકે દ્વારકાધીશ હવેલી ખાતે સ્કૂટર રેલી યોજાઇ હતી જે નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.જયારે નગરમાં તેમજ તાલુકાના ગામડે ગામડે તેમજ દરકે મંદિરોને શણગારવામાં આવ્યા હતા. જયારે ઠેક ઠેકાણે મહા આરતી તેમજ શોભાયાત્રાનું સુંદર આયોજન રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે હાલોલ બોમ્બે હાઉસ નજીક આવેલ મહારાણા પ્રતાપ ચોક ખાતે હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહા આરતી યોજાઇ હતી.આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!