GUJARATIDARSABARKANTHA

તલોદ તાલુકાના દોલતાબાદ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

તલોદ તાલુકાના દોલતાબાદ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

**

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડ્રોન નિદર્શન યોજાયું હતું.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!