GUJARATJETPURRAJKOT

Rajkot: મંત્રીશ્રીના હસ્તે રૂ. ૫૫.૭૫ લાખના રોડ રીસર્ફેસીંગના કામનું ખાતમુહુર્ત

તા.૫/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રૂ. ૫૫,૭૫,૬૫૦ના ખર્ચે થનારા આસ્ફાલ્ટ રોડ અને સી.સી. રોડના રીસર્ફેસીંગના કામનું ખાતમુહુર્ત કરાયું હતું. જેમાં આટકોટ રોડ પર સહજાનંદ રેસ્ટોરન્ટથી ઉદય ટાયર્સ સુધી, આટકોટ મેઈન ગેઈટથી યોગી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ સુધી, વિંછીયા રોડ પર આરામગૃહ પાસેનો રોડ, ટાવર ચોક પાસે અશ્વમેઘ કોમ્પ્લેક્ષવાળો રોડ તેમજ આટકોટ રોડ પર જલભવનથી ફાયર સ્ટેશન સુધીના રોડના રીસર્ફેસીંગ કામનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્ય બજારમાં રોડનું ખાતમુહુર્ત થવાથી રીસર્ફેસીંગનું કામ તાકીદે શરૂ થઈ થશે. નગરજનોને આજ રોજ દિવાળી ભેટ મળી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકા અને વીંછિયા તાલુકામાં રોડ-રસ્તા, પીવાનું પાણી, સિંચાઈ સહિતની પ્રાથમિક જરૂરિયાતો તો પૂરી પાડવામાં આવી જ રહી છે. સાથોસાથ જસદણમાં રીવરફ્રન્ટ, પુર સંરક્ષણ દીવાલ, સાયન્સ કોલેજ, રમતગમતનું સંકુલ, ક્રિકેટનું મેદાન જેવા અનેક વિકાસ કાર્યોની વણઝાર થવાથી પંથકની રોનકમાં વધારો થશે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. મંત્રીશ્રી દ્વારા નગરપાલિકામાં ચાલુ વર્ષનો મિલકતવેરો ભરનારાઓ પૈકી પ્રતિનિધિરૂપ મિલકતધારકોને ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખએ સ્વાગત પ્રવચન તેમજ અગ્રણીશ્રીઓ અનિલભાઈ મકાણી અને ચંદુભાઈ કચ્છીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે જસદણ મામલતદારશ્રી એમ.સી.રાજ્યગુરુ અને અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!