BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત “સ્વયં શિક્ષક દિન”ની ઉજવણીમાં નવતર પ્રયોગ

14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત તા-૧૩ સપ્ટેમ્બર ૨૩ ના રોજ “વાલી- વિદ્યાર્થી સ્વયં શિક્ષક દિન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ વિદ્યાલયના સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોઈ અમૃત મહોત્સવ અંતર્ગત “સ્વયં શિક્ષક દિન”માં વાલીઓ અને વિદ્યાર્થીઓ મળીને ૭૫ શિક્ષક- શિક્ષિકાઓ બનીને આજના સ્વયં શિક્ષક દિનના આચાર્યા આશ્વિ એફ. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે દિવસ દરમ્યાન સુંદર શૈક્ષણિક કાર્ય કર્યું હતું. આ સાથે ચાર વિદ્યાર્થીઓએ કલાર્કની અને પાંચ વિદ્યાર્થીઓએ સેવકની ભૂમિકા પણ અદા કરી હતી. સ્ટાફ મિત્રોના સહયોગથી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાળાના સ્ટાફ મિત્રો અને સ્વયં શિક્ષક દિનના શિક્ષકોએ સાથે મળીને નાસ્તાની લિજ્જત માણી હતી.આજના સ્વયં શિક્ષક દિનના સમાપન સમારોહમાં આજના આચાર્યા અને શિક્ષક- શિક્ષિકા બનેલા વિદ્યાર્થી-વાલીઓએ દિવસ દરમ્યાન કરેલ શૈક્ષણિક કાર્ય તથા આચાર્ય અને શિક્ષકની ભૂમિકા વિશે રોચક પ્રતિભાવો આપ્યા હતા. શાળા તરફથી સ્વયં શિક્ષક દિનમાં ભાગ લેનાર વાલી- વિદ્યાર્થીઓને બોલપેન આપી સન્માનિત પણ કર્યા હતા.આમ શાળાના શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ ડાગરે સ્ટાફ મિત્રોના સહયોગથી સ્વયં શિક્ષક દિનનું સુંદર આયોજન કર્યું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!