AHAVADANGGUJARAT

Dang: આહવા તાલુકાના ચાર ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના કાર્યક્રમો યોજાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશ સમસ્તમાં, જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે, જનજાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.

આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી, સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતીતિ સાથે, પ્રજાજનોને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.

તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી, ચનખલ, ચિંચલી અને ગડદ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી. જેમા કુલ ૨૧૦૧ લોકોએ યાત્રામા ભાગ લઇ, વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. સાથે જ અહિ વિવધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે ગામમા વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનુ સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તા.૧૫મી ફેબ્રુઆરીએ યોજાયેલ ‘યાત્રા’માં આ ચાર ગામોના કુલ ૨૧૦૧ ગ્રામજનો જોડાયા હતા. દરમિયાન આ ગામોના કુલ ૧૩૪૦ લોકોએ અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા ૨૧૩ વ્યક્તિઓનુ ટી.બી સ્ક્રિનીંગ, તથા ૮૪ જેટલા લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પી.એમ.જે.વાય-મા યોજના, એન.સી.ડી., આભા આઇ-ડી અને વેકસીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

સંકલ્પ યાત્રા’ ના સથવારે ૩ મહિલાઓ અને વિદ્યાર્થીઓને  સન્માનિત કરાયા હતા. તો ૧૦૧ વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ ના કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી સહિત પ્રશાસનિક અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરપંચ, આંગણવાડી બહેનો, આશા બહેનો, લાભાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!