BANASKANTHAPALANPUR

દાંતા તાલુકાના હડાદ નજીક ગોર માતાનો પરંપરાગત મેળો ભરાયો

9 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાતના સૌથી પછાત તાલુકામાં દાંતા તાલુકાની ગણતરી થાય છે. ત્યારે દાંતા તાલુકામાં મોટાભાગની વસ્તી આદિવાસી છે.જે આદિવાસી જનજાતિના લોકો કોઈ પણ ઉત્સવ કે પર્વ પોતાની પરંપરાગત રીતિ રિવાજ મુજબ ઉજવતા હોય છે. આદિવાસી જનજાતિના લોકો પરંપરાગત રીતી-રિવાજો મુજબ વેશભૂશા સાથે આભૂષણો પહેરી ઉત્સવ કે પર્વમાં ભાગ લઈ ધૂમધામથી મનાવે છે. ત્યારે આજે વૈશાખ મહિનાના પ્રથમ સોમવારે દાંતા તાલુકાના હડાદ પાસે ગોર માતાનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિના લોકો આ મેળામાં આવી મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ મેળાનું આદિવાસી નવયુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસનો પણ બંદોબસ્ત હોય છે. ગોર માતાના મેળામાં ચકડોળ સાથે નાની નાની દુકાનો ઠેર-ઠેર જગ્યાએ જોવા મળતી હોય છે. ત્યારે લોકો આ મેળામાં આવી ખરીદારી સાથે ચકડોળ અને નાચ-ગાવાનું કરી મેળામાં આનંદ લેતા હોય છે. આદિવાસી પરંપરા મુજબ આ ગોર મેળા પછી આદિવાસી વિસ્તારોમાં લગ્ન પ્રસંગો ચાલુ થતા હોય છે. દોઢ મહિના સુધી આદિવાસી જનજાતિના લગ્નોની ધૂમ આ વિસ્તારમાં જોવા મળશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!