GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાની 2 સહિત 14 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 4 શખ્સોને મધ્યપ્રદેશથી દબોચી લીધા.

તા.09/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લગભગ એકાદ માસ પૂર્વે ઘરફોડીનો બનાવ બન્યો હતો આથી પીએસઆઇ એસ.વી. કાંબલીયા, એએસઆઇ ભરતભાઇ ચાવડા અને પો.કો. પ્રકાશભાઇ ચાવડાની સંયુકત ટીમે ટેકનિકલ વર્કઆઉટ સાથે સર્ચ હાથ ધરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના શખસોની સંડોવણી અને હાજરી ખૂલી હતી આથી દેવભૂમિ પોલીસે મધ્યપ્રદેશના ધાર સુધી તપાસનો દૌર લંબાવ્યો હતો જેમાં પોલીસ ટીમે ખંભાળિયાની ચોરીમાં શકમંદ ભૂમિકા ધરાવતા ચાર શખસોને દબોચી લીઘા હતા પૂછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના 2, દેવભૂમિ જિલ્લાની 2, જામનગર જિલ્લાની 5, અમરેલી જિલ્લાના 2, રાજકોટ શહેરની 1, મોરબી જિલ્લાના એક ઉપરાંત મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના એક મળી કુલ 14 ઘરફોડી અને બાઇક ચોરીઓની કબુલાત આપી હતી પૂછપરછમાં વધુ 11 નામ ખૂલ્યા છે પોલીસે મધ્યપ્રદેશના ધારના ટાંડા પોલીસ સ્ટેશન હદમાંથી સંજય સુમલસિંગ વસનીયા, વિનોદ કાલુ મસાનીયા, સુરેશ ભુરસિંગ મસાનીયા અને સોહન કમલસિંગ માવીને દબોચી લીઘો હતા પૂછપરછ દરમિયાન વિકાસ ઉર્ફે ઇકાસ ભાભર, રાજુ થાવર ભાભર, અંતરસિંગ મસાનીયા, સુરખરામ કંગરસીંગ, વિકાલ મંડલોઇ, ખુમાનસીંગ થાઉ બામણીયા, આરમસીંગ પસાવા, શંકર ભંગુ મસાનીયા, સોમલા મંડલોઇ અને મહેશ કાલુ ભુરીયાના નામ ખૂલ્યા હતા તેમની પાસેથી મંગલસૂત્ર-1, કાનની બુટ્ટી-2, વિંટી-1 ઉપરાંત જુદા જુદા 7 બાઇક, રોકડ રકમ, 3 મોબાઇસ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!