DAHOD

બાવકા પ્રાથમિક શાળાના પતરા ચોરી કરનાર ચોરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.

તા.૨૭.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

બાવકા પ્રાથમિક શાળાના પતરા ચોરી કરનાર ચોરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકે બાવકા ગામે આવેલ બાવકી વર્ગ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં બાળકોને જમવા તથા પ્રાર્થના માટે બનાવેલ પતરા નાં સેડ માંથી નંગ 10 પતરાના ની ચોરી થયા હોવાની ફરિયાદ જેસાવાડા પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે જેસાવાડા પોલીસ આરોપીને પકડવા માટે કાર્યરત હતી તે દરમિયાન પોલીસને મળેલી બાદમીના આધારે પતરા ની ચોરી કરનાર એક ટાટા.એસ કંપનીના (છોટાહાથી) ટેમ્પામાં પતરા ભરી અને લઈ ગયા છે જેનો નંબર gj 20 એક્સ 0623 જે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગુજકોપ પોકેટકોપમાં માલિકનું નામ મળી આવતા જે માલિકને પોલીસે પકડી તેની પૂછપરછ કરતા ટેમ્પા વાળા ઈસમે જણાવ્યું હતું કે તે પોતાનો ટેમ્પો પોતાના સંબંધી કેશુભાઈ પણદા રહે માંતવા પાસે હોવાનો જણાવ્યું હતું જેથી પોલીસે માતવા ગામે આરોપી કેશુભાઈ ને ત્યાં તપાસ કરતા તેના ઘરેથી ટેમ્પો તથા તેની પૂછપરછ કરતા તેને તારીખ 8/ 6 2023 ના રોજ પોતાના સાગરીતો શૈલેષભાઈ બચુભાઈ માવી/ રમેશભાઈ બચુભાઈ માવી તથા દેવાભાઈ કાળીયાભાઈ માવી રહે માંતવા તેઓની મદદથી બાવકી વર્ગ પ્રાથમિક શાળામાં જઈ શેડમાં લગાવેલા પતરામાંથી 10 પતરા ની ચોરી કરી અને તેમાંથી પતરા પોતાની પાસે તેમજ બે બે પતરા રમેશભાઈ બચુભાઈ માવી અને કાળીયાભાઈ માવીને આપી દીધા તેમ જણાવ્યું હતું પોલીસે આરોપીયાના ઘરે જે મુદ્દા માલ જપ્ત કરી આરોપીને જેસાવાડા પોલીસ મથકે લાવી જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને શાળામાં થયેલી પતરાની ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!