GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નગરપાલિકા ના જેટિંગ મશીનના કર્મચારીઓ પાસે કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારી દ્વારા એક હજાર રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ

તા.14/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલું ગેરેજ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે ખાસ કરીને ગેરેજ વિભાગમાં આવેલા પાલિકાના વાહનોનો ગેર ઉપયોગ થતો હોવાની રાવ ફરિયાદ વારંવાર ઊઠવા પામે છે પરંતુ આજે શહેરીજનો દ્વારા પુરાવા સાથે નો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ગેરેજ વિભાગની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા ગેરેજ વિભાગમાં આવેલા જેટિંગ મશીનના ઉપયોગ માટે ગેરેજ વિભાગનો જ કર્મચારી 1000 રૂપિયાની લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે ગેરેજ વિભાગમાં આવેલા જેટિંગ મશીનનો ઉપયોગ કરવા માટે પહેલા 1000 રૂપિયા આપો ત્યાર બાદ જેટિંગ મશીન આપવામાં આવશે તેવો આ વાયરલ વીડિયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે ખાસ કરી આજે વિડીયો વાયરલ થયો છે તે કર્મચારીનું નામ ભરતસિંહ હોવાનું સામે આવ્યું છેશવાયરલ વીડિયોને લઈ અને પાલિકાના ગેરેજ વિભાગમાં દોડધામ મચી છે ચીફ ઓફિસર સહિતના ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે વાઇરલ વિડીઓમાં શુ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરના ગેરેજ ઓફિસમાં ફરજ બજાવતા હિતેશભાઈ બારૈયા નામના કર્મચારીએ જ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ભરતસિંહ નામના ગેરેજના કર્મચારી દ્વારા જેટિંગ મશીનના ઉપયોગના 1000 રૂપિયા માંગવામાં આવતા હોય તેવો આ વિડિયો છે જેને લઈને પાલિકાના અધિકારીઓ દોડધામમાં મુકાયા છે અંદરનો હિતેશ બારૈયા કર્મચારી વિડિઓમાં જણાવે છે કે હું 1000 આપીશ તમે મને જેટિંગ મસીન આપજો.સામે પ્રતી ઉત્તર આપતા ભરતસિંહ નામનો કર્મચારી જણાવે છે કે મને 1000 રૂપિયા આપો તો જેટિંગ મસીન તમને આપું. તમે મને 1000 નહિ આપો તો હું ટ્રેકટર તમને આપીશનો વાઈરલ વિડીઓમાં ભરતસિંહ નામનો કર્મચારી હિતેશ બારૈયાને જણાવી રહ્યો છે. હું તમને 1000 આપીશ તમે મને જેટિંગ મસીન આપજો તેવુ હિતેશ બારૈયા નગરપાલિકાના કર્મચારીને જણાવી રહ્યો છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!