AHAVADANG

ડાંગ: ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત નામંજુર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત નામંજુર થતા સભ્યોની મુરાદ મનમાં જ રહી ગઈ….ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ પંચાયતનાં ૦૬ સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ ટાંકીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.પરંતુ અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો તરફે બહુમતીનો અભાવ હોવાથી દરખાસ્ત ટકી ન શકતા સરપંચ પદ બરકરાર રહેવા પામ્યુ હતુ. ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયત કુલ ૦૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી હોય જેથી ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં ૦૬ સભ્યો દ્વારા અલગ અલગ ૦૩ મુદ્દાઓ ટાંકીને તા.૧૫/૨/૨૦૨૩ નાં રોજ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વાંસતિબેન ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.જે અંગે આજે તા:૨૪/૨/૨૦૨૩ના રોજ ડુંગરડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમમંત્રીનાં અધ્યક્ષ સ્થાને અવિશ્વાસ દરખાસ્ત અંગેની સામાન્ય સભા મળી હતી.જેમાં ડેપ્યુટી સરપંચ સહીત ૦૬ સભ્યોએ સ૨પંચ ના તરફેણમાં મત આપ્યો હતો.જયારે અન્ય બે સભ્યોએ મત ન આપતા તટસ્થ રહેતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થઇ જવા પામ્યો હતો.અત્રે નોંધનીય છે કે ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૫૬ મુજબ પંચાયતના કુલ સભ્યોની સંખ્યાના બે તૃત્યાંસ બહુમત સભ્યો થાય તો જ અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ શકતી હોય છે.આમ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ ની દરખાસ્તની તરફેણમાં એક પણ મત પડ્યો ન હતો જયારે અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધ (વિશ્વાસ)માં મત આપનાર ૦૬ સભ્યો થતા અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયુ થઇ જવા પામ્યુ હતુ.જયારે ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયત કચેરી ખાતે અવિશ્વાસ દરખાસ્ત યોજાવાની હોઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષના ટોળા જામતા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે વઘઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.અહી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનું સુર સુરીયુ થઈ જતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજ્યોત્સવ મનાવ્યો હતો…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!