CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા તાલુકાના પાંચવડા અને ચોબારી ગામે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કર્યું.

તા.10/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોબારી અને પાંચવડા ગામે અંદાજિત રૂ.૪૭ લાખના ખર્ચે કરવામાં આવી રહી છે તળાવ ઊંડું કરવાની કામગીરી

 

લોકોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે – મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદહસ્તે ચોટીલા તાલુકાના પાંચવડા અને ચોબારી ગામ ખાતે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશા કટિબદ્ધ છે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ અને જળ સંચયના કામો ખૂબ જ ઝડપથી અને સારી રીતે થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે પાંચવડા અને ચોબારી ગામે તળાવને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળશે એવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં મંત્રીએ જે સમયમાં તળાવો નિર્માણ પામ્યા તે સમયની મૂળ સ્થિતિમાં લઈ જવા અધિકારીઓને તાકીદ કરી હતી આ તકે મંત્રી સહિતના મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી તળાવનું ભૂમિપૂજન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલ ચોબારી અને પાંચવડા ગામે નાની સિંચાઈ યોજના દ્વારા તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પાંચવડા ગામે તળાવની કુલ સંગ્રહશક્તિ ૨૩.૨૫ એમ.સી.એફ.ટી. છે જ્યારે ચોબારી ગામ તૈયાર થનાર તળાવની કુલ સંગ્રહશક્તિ અંદાજે ૨.૫૦ એમ.સી.એફ.ટી. છે ચોબારી અને પાંચવડા ગામે અંદાજિત રૂ.૪૭ લાખના ખર્ચે તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ, કાળાસર જગ્યા મહંત વાલજીબાપુ, સરપંચ નારાયણભાઈ,નાગરભાઈ, રસિકભાઈ, તેજાભાઈ, રાઘવભાઈ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!