PANCHMAHALSHEHERA

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે 26 જાન્યુઆરી 2023 ના રોજ 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુ કાની જૂની પાદરડી પ્રા.શાળા ખાતે 26 મી જાન્યુઆરી 2023 ના રોજ 74 માં પ્રજાસત્તાક પર્વ (ગણતંત્ર) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દીકરીની સલામી દેશને નામ અંતર્ગત ગામની સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી કુમારી મમતાબેન મોહનસિંહ બામણિયાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વંદે માતરમ, ઝંડા ગીત તેમજ રાષ્ટ્રગીત સન્માનપૂર્વક ગાઈને પંચમહાલ આરોગ્ય સમિતિ, ચેરમેન ડૉ.કિરણસિંહ એસ.બારીઆ, સરપંચ પ્રેમસિંહ મોહનસિંહ બારીઆ, એસ.એમ.સી.અધ્યક્ષ લક્ષ્મણસિંહ બારીઆ, શાળાના આચાર્ય સુશીલાબેન કે.પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા દીકરીને મોમેન્ટ તેમજ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં “Welcome Speech” : કુમારી પ્રણાલીબેન પરમાર ધો.8, ધો.1 અને 2 ની બાલિકાઓ દ્વારા “જો નિશાળે કોયલ બોલે…અભિનય ગીત, ધો.8 ની દીકરીઓ દ્વારા “ગુજરાતીનો ક્રેઝ” : અભિનય ગીત, ધો.7 ની દીકરીઓ દ્વારા “ઢોલિડાનો ઢોલ…” : રાજસ્થાની રાસ, ધો.6-7-8 ના વિદ્યાર્થીઓ દ્વારા “ઠોઠ નિશાળીયો” : હાસ્ય નાટક, ધો.3 અને 4 ની દીકરીઓ દ્વારા “બેટી હું મેં બેટી” : અભિનય ગીત, ધો.5 ની દીકરીઓ દ્વારા “ગુજરાતી લહેરી લાલા” : અભિનય ગીત, ધો.6-7-8 વિદ્યાર્થીઓ દ્વારા “A key to Heaven Play” : અંધશ્રદ્ધાનું નાટક, ધો.6-7-8 ના છોકરાઓ દ્વારા “મમ્મી હું તારો હીરો” : અભિનય ગીત, KGBV ની દીકરીઓ દ્વારા “દેશ રંગીલા” દેશ ભક્તિ ગીત, તમામ વિદ્યાર્થીઓ દ્વારા “ટીમલી” : આદિવાસી ગીત તેમજ ગ્રામજનો પણ “સ્થાનિક ટીમલી” વગેરે કાર્યક્રમો ઉત્સાહ પૂર્વક ભાગલીધો હતો. પ્રાસંગીક ઉદ્દબોધન ડૉ.કિરણસિંહ એસ.બારીઆએ કર્યું હતું. આભાર દર્શન ધો.8 નો વિદ્યાર્થી ધર્મેન્દ્ર બારીઆએ કર્યું હતું. તમામ કાર્યક્રમોને પ્રોત્સાહન રૂપે ડૉ.કિરણસિંહ બારીઆ તરફથી ₹.5001/-, સરપંચ પ્રેમસિંહ બારીઆ તરફથી ₹.1100/- તેમજ શાળા પરિવાર તરફથી ₹.5001/- નું ઈનામ પ્રાપ્ત થયું હતું. સમગ્ર સંચાલન શાળાના શિક્ષક ભાનુભાઈ પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર, રણજિતસિંહ બારીઆ તેમજ એન્કરિંગ ડૉ.કલ્પેશ આર.પરમારે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક સત્તા મંડળના સભ્યો, KGBV સ્ટાફ, MDM સ્ટાફ, વ્હાલા વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફરો તેમજ અન્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌને ચોકલેટ, ચા તેમજ પારલે બિસ્કીટ આપવામાં આવ્યા હતા. જૂની પાદરડી પ્રા.શાળા પરિવાર 74 માં પ્રજાસત્તાક દિનની સૌને શુભકામનાઓ પાઠવે છે.

 

તા.26.01.2023

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!