DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

યુવાનોને સાચી દિશા આપવા જામજોધપુરના ગીંગણીમા ત્રિદીવસીય શિબિર

યુવાનોને સાચી દિશા આપવા જામજોધપુરના ગીંગણીમા ત્રિદીવસીય શિબિર

તપોભૂમિ એવા હરિદ્વારના શાંતિકુજ નો તત્વ પ્રચાર–પરમ વિભૂતિ શ્રી રામ શર્માજી આચાર્યના દિવ્ય અને અલૌકિક આશિર્વાદ

આદરણીય ડો ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિમા યોજાશે પ્રાન્તીય યુગ સૃજેતા શિબિર

જામનગર ( નયના દવે)

 

મહાન ભારત દેશના ઓજસ્વી તેજસ્વી સૌ યુવાનોને સાચી દિશા આપવા જામજોધપુરના ગીંગણીમા ત્રિદીવસીય શિબિર નુ તપોભૂમિ એવા હરિદ્વારના શાંતિકુજ નો તત્વ પ્રચાર–પરમ વિભૂતિ શ્રી રામ શર્માજી આચાર્યના દિવ્ય અને અલૌકિક આશિર્વાદથીઆદરણીય ડો ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિમા તારીખ ૧૦ થી ૧૨ ત્રિદિવસીય આ પ્રાન્તીય યુગ સૃજેતા શિબિર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણીના “ગાયત્રી પ્રજ્ઞાપીઠ” મા યોજાનાર છે

આ શિબીરનો મુખ્ય હેતુ વર્તમાન યુવા પેઢી ને સાચી દિશા પ્રદાન કરી તેમની પ્રતિભાને રાષ્ટ્રના એક સુસંસ્કારી યુવાન તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુસર યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત એવા પરમ આદરણીય ડૉ. ચિન્મચ પંડયાજી (દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના ઉપ કુલપતિ) ની સાથે રાષ્ટ્રીય મહાનુભાવો આ શિબિરમાં ઉપસ્થિત રહેશે.

આ શિબીર કાર્યક્રમમાં ૧૫ થી ૪૫ વર્ષ ના દરેક યુવાનો/યુવતીઓ ભાગ લઇ શકે છે. ર, શિબિરાર્થી વ્યશન મુકત હોવા જોઇએ. ૩, શિબિરમાં શકય એટલો સમય અનુસાર મૌન રાખવું. ૪, શિબિરમાં ભારતીય સંસ્ક્રૃતિ મુજબ પોશાક પહેરવો શકય બને તો એક વસ્ત્ર પીળું પહેરવું ૫, શિબિરની દિનચર્યાનું સંપુર્ણ પાલન કરવું. ૬, ચાલુ કાર્યક્રમમાં બહાર જવા માટે મનાઇ રહેશે. ૭, અસકત, બાળક તેમજ વૃધ્ધ વ્યકિતને સાથે ન લાવવા. ૮, પૂરો કાર્યક્રમ ઇકો ફ્રેન્ડલી રહેશે માટે પોલીથીનનો પ્રયોગ ના કરવો. ૯, શિબિરાર્થીઓ એ પરિસર, બાથરૂમ, ભોજનાલય, પંડાલ જેવી દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવી. ૧૦, શિબિરમાં યોગ સમયમાં કુર્તા પાયજામા જેવા ખુલ્લા વસ્ત્રો પહેરવા. ૧૧, શિબિરાર્થીએ મોસમ અનુસાર ગરમ વસ્ત્રો તેમજ પહેરવા ઓઢવા માટે પર્યાપ્ત સામાન તેમજ તેલ, સાબુ, ટૂથપેસ્ટ જેવી દૈનિક જરૂરી ચીજવસ્તુઓ સાથે લાવવાની રહેશે. ખાસ કિંમતી સામાન સાથે ના લાવવો. ૧૨, શિબિરાર્થીઓ એ તારીખ ૯-જાન્યુઆરી ૨૦૨૩ના કાર્યક્રમમાં સ્થળ પર હાજર રહેવું ૧૩, શિબિરમાં નોંધ કરાવેલ વ્યકિતને જ આવાસ વ્યવસ્થામાં સ્થાન મળશે. માટે શિબિરના આગલા દિવસ સુધી નોંધ કરાવી શકે છે. ૧૪, શિબિરર્થીને પૂર્ણ સમય માટે આવાસમાં સ્થાન આપવામાં આવશે. વચ્ચેથી શિબિર અધૂરી નહીં મુકી શકે. ૧૫, કાર્યક્રમની સફળતા એક બીજાના સહયોગથી જ છે. માટે આપનો સહયોગ એજ કાર્યક્રમની સફળતા છે.

આ શિબીર પ્રારંભ પુર્વે તારીખ
૦૯-૦૧-૨૦૨૩ જાન્યુઆરી, સોમવાર નાસમય : બપોરે ૧૨:૩૦ થી ૦૩:૦૦ કલાકે પ્રાન્તીય યુવા ક્રાંતિ રેલી સમય : સાંજે ૦૫:૩૦ થી ૦૬:૦૦ કલાકે યુગ સૃજેતા પ્રદર્શન શુભારંભ સમય : સાંજે ૦૬:૧૫ થી ૦૬:૦૦ કલાકે યુગ સૃજેતા અનુશાસન ગોષ્ઠિ સમય : સાંજે ૦૭:૦૦ થી ૦૮:૩૦ કલાકે સાંસકૃતિક સંધ્યા યોજાશે

જ્યારે તારીખ
૧૦-૦૧-૨૦૨૩ જાન્યુઆરી, મંગળવાર નાસમય : સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ કલાકે ધ્યાન-મંગલ પ્રવચન અને આત્મ બોધ સમય : સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ કલાકે અલ્પાહાર તેમજ જાગૃત પ્રાર્થના વગેરે

સમય : સવારે ૦૪:૩૦ કલાકે જાગૃત પ્રાર્થના સમય : સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે રાષ્ટ્ર ધ્વજ તેમજ ધ્વજારોહણ તથા રાષ્ટ્રગીત સમયઃ સવારે ૧૦:૦૦ થી ૧૦:૦૫ કલાકે દિપ પ્રાગટય તથા દેવ પૂજન સમય : સવારે ૧૦:૦૫ થી ૧૦:૧૫ કલાકે વૈદિક રાષ્ટ્રીય વંદના સમય : સવારે ૧૦:૧૫ થી ૧૦:૨૦ કલાકે સન્માનીય અતિથિ સ્વાગત સમય : સવારે ૧૦:૨૦ થી ૧૦:૨૫ કલાકે સ્વાગત પ્રવચન સમય : સવારે ૧૦:૨૫ થી ૧૦:૩૫ કલાકે સત સંકલ્પ પાઠ સહિતના વિવિધ આયોજનો છે

તેવીજ રીતે તારીખ૧૧-૦૧-૨૦૨૩ જાન્યુઆરી, બુધવાર નાસમય : સવારે ૦૪:૩૦ જાગૃત પ્રાર્થના થી ૦૭:૦૦ કલાકે ધ્યાન – પ્રવચન – આત્મબોધ – જીવન જીવવાની કલા સહિતના આયોજનો શિબિર સમય સાંજના ૬ વાગ્યા સુધી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
તેમજ શિબીર દરમ્યાન રાષ્ટ્રીય નવ નિર્માણમાં યુગ સૂજેતાની ભાગીદારી ભારતનો અમૃતકાળ તેમજ યુવા શકિત અંગેવકતા શ્રી, આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીનુ પ્રવચન પણ યોજાશે

તેવીજ રીતે તારીખ
૧૨-૦૧-૨૦૨૩ જાન્યુઆરી, ગુરૂવાર સમય : સવારે ૦૪:૩૦ કલાકે જાગૃત પ્રાર્થના સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ કલાકે ધ્યાન, મંગલ પ્રવચન, આત્મ બોધ, મહામંત્ર દીક્ષા સહિતનુ આયોજન કરાયુ છે આ ત્રીજા દિવસે
સવારે ૧૧:૩૦ થી ૧૨:૧૦ કલાકે વિદાય પ્રવચન રાષ્ટ્રીય યુવાનો માટે યુગ સંદેશ વકતા શ્રી, આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી : બપોરે ૧રઃ૧૦ થી ૧૨:૪૦ કલાકે યુવા શિબિરાર્થીઓની વિદાય, મસાલ હસ્તાવરણ તેમજ અન્ય માર્ગદર્શક આયોજન કરાયુ છે અને ખાસ
૨૦૨૬ માટેનો શંખનાદ, આભાર વિધિ, શાંતિપાઠ કાર્યક્રમ પણ યોજાશે
જીવન ધન્ય ભવ્ય દિવ્ય બનાવવા યુવા શક્તિમાટે થયેલા આ આયોજન નોલાભ લેવા ગીંગણીના શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠના સૌ સાધકો ચિંતકો તેમજ તત્વચિંતક અને સાધક મગનભાઇ  એ અનુરોધ કર્યો છે તેમ  યાદી જણાવે છે

આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક યુવા-યુવક-યુવતી માટે રહેવાની અલગ વ્યવસ્થા રાખેલ છે. તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા યુવા પોતાનું રજીસ્ટ્રેશન તા. ૦૩-૦૧-૨૦૨૩ જાન્યુઆરી સુધિ વોટ્સ-એપથી ઉપર કરવા રજનીભાઈ પડસુંબિયા – મો. : ૯૮૯૮૮ ૯૪૯૪૧ કિરીટભાઈ અમૃતિયા – મો. : ૯૭૧૨૨ ૧૧૯૯૦ જીજ્ઞેષભાઈ વ્યાશ – મો. : ૮૧૫૫૮ ૧૫૬૧૫ સુનિલભાઈ કાલરીયા – મો. : ૯૮૭૯૦ ૩૭૯૫૫ નો સંપર્ક કરી શકાશે

સમગ્ર કાર્યક્રમના આયોજક
શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં
અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર-પ્રાંતિય યુવા પ્રકોષ્ઠ છે

 

@___________________

શિબિર પહેલા જ્ઞાનયજ્ઞ-નિદાન કેમ્પ

@____________________

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!