JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળાના શિક્ષક ધર્મેશભાઈ લીયા એ બાળકોના પાયાના શિક્ષણ માટે “જાદુઇ TLM” પાર્ટ-2 પ્રયોગ રજૂ કર્યો. પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત થયા.

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર આયોજિત બે દિવસનો ઇનોવેશન ફેર દરેડ તાલીમ ભવનમાં યોજાયો હતો. જેમાં કુલ 56 ઇનોવેશન શિક્ષકોએ રજૂ કર્યા હતા. જેમાં જામનગર તાલુકાની શ્રી ઢંઢા પ્રાથમિક શાળા ના મદદનીશ શિક્ષક શ્રી ધર્મેશભાઈ લીયા એ શાળાના બાળકોની પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન(FLN) શિક્ષણ મજબૂત બને, બાળકો રમતા રમતા શીખી જાય તે માટે તેમણે “જાદુઇ TLM” પાર્ટ-2 નો અસરકારક નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી મનીષભાઈ કનખરા ચેરમેનશ્રી નગર શિક્ષણ સમિતિ, ,જામનગર DPEO શ્રી છત્રપાલસિંહ જાડેજા, DEO મધુબેન, DIET પ્રાચાર્યશ્રી બગડા સાહેબ વગેરે મહાનુભાવોનું માર્ગ દર્શન મળ્યું. જ્યારે સમાપનમાં જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, તથા ચેરમેનશ્રી લગધીરસિંહ જાડેજા નું માર્ગદર્શન મળેલ અને ભાગ લેનાર ઇનોવેટિવ શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનુ આયોજન DIET ના લેક્ચરર શ્રી જીજ્ઞેશભાઈ કાનાણી, ઇનોવેશન ટી.આર.પી. જયેશભાઇ ખાંટ એ કર્યું હતું. અને ટેકનીકલ મદદ ચિરાગભાઇ સંચાણિયાએ કરી હતી. જામનગરના બી.આર.સી. પ્રજ્ઞાબેન લીમ્બડ, નારણપુરના સી.આર.સી. જીજ્ઞેશભાઈ જોરા, ઢંઢા ગામના સરપંચશ્રી રામજીભાઇ મકવાણા, ઉપસરપંચશ્રી કાથુભા સોઢા, SMC અધ્યક્ષ રવિન્દ્રસિંહ સોઢા એ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!