DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

કન્યા કેળવણી માટે જામનગર-નવાનગરના રાજવીની ભેંટ-સજુબા સ્કુલ-હાઇસ્કુલ

કન્યા કેળવણી માટે જામનગર-નવાનગરના રાજવીની ભેંટ-સજુબા સ્કુલ-હાઇસ્કુલ

નવ દાયકાથી દીકરીઓ માટે નગરની વચ્ચે જ વિદ્યાધામની આગવી નોંધ લીધી માહિતી કચેરીએ

શિસ્ત-સુઝકો અને શીખતા રહો….ના મુલ્યો ના આગ્રહ સાથે હાઇસ્કુલના પ્રિન્સીપાલનુ કેળવણી યજ્ઞ સાર્થક કરતુ સંચાલન ….તો સ્ટાફ પણ કદમ મિલાવવાના ઉત્સાહમા

જામનગર ( નયના દવે)

અનેક દીકરીઓના જીવનપથ પ્રજ્જ્વલિત કરનાર શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થયા છે માટે શાળા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ હતી
સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીને વેગવંતી બનાવવા જામ રણજીતસિંહજી દ્વારા ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કરાયુ હતુ
હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ કન્યા કેળવણીનો વ્યાપ વધે તેવા દુરંદેશી વિચાર સાથે જામનગરના રાજવી જામ રણજીતસિંહના શાશન કાળ દરમિયાન માં શ્રી સજુબા કન્યા વિદ્યાલયનો પાયો નંખાયો.તા.12 જાન્યુઆરી, 1936 ના રોજ સ્થપાયેલી આ ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થતાં શાળાના આચાર્યાશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરી આ જાજરમાન શાળાના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી હતી.

જામનગર જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમારએ કલમ કસબી તરીકે આ અહેવાલમા વધુમા જણાવ્યુ છે કે
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા વર્ણવવામાં આવી હતી. આ તકે શાળા દ્વારા માર્ચ 2022 માં ધો.10 અને ધો.12 માં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વળી આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને આ જ શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રી બીનાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાના સ્થાપના દિન નિમિતે શુભેચ્છાઓ તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

@_______________.

સૌરાષ્ટ્રના સ્ત્રી કેળવણીના પાયા સમાન શાળા એટલે માં શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ

રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-કન્યાનું સહ શિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલવાનું પસંદ કરતા ન હતા આથી કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ થયેલ. ઈ.સ.1936 ની 12 મી જાન્યુઆરીના રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી જેવા પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે આ શાળાનો પ્રારંભ થયેલ.તાજેતરમાં 87 વર્ષ પૂર્ણ કરી 88 માં વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાની શાખ રૂપે અડીખમ ઉભી છે.

@___________આચાર્યો અને સ્ટાફની જહેમત વિદ્યાર્થીનીઓની ખંત…”બેન કડક છે”

ઉલ્લેખનીય છે હાલના ઇ.ચા. શિક્ષણ અધીકારી મધુબેન જેઓ સજુબા હાઇસ્કુલના પ્રિન્સીપાલ હતા ત્યારે તેમણે હાઇસ્કુલ મા તેમની ફરજ બજાવતી વખતે ખુબ જહેમત ઉઠાવી છે જેના સારા પરીણામો મળ્યા છે તો હાલ કે.નિ. માથી આવેલા આચાર્ય બિનાબેન દવે ની વિવિધતાસભર જહેમત દીપી ઉઠે તેવી છે અને માટે જ સ્ટાફ પણ સજ્જ થ તા રહે છે સાથે સાથે આ જહેમત મા વિદ્યાર્થીનીઓની ખંત ભળે છે તેથી સમગ્ર પણે શાળાની નોંધપાત્ર પ્રગતી થાય છે જે અહી થઇ રહ્યુ છે તેમ વિશ્ર્લેષકો જણાવે છે

બીજુ કા હાલના આચાર્ય માટે ” બેન કડક છે” તેમ સ્ટાફ મા ચર્ચા થતી હોય અમુક વિદ્યાર્થીની ગૃપમા ચર્ચા થતી હોય છે ત્યારે તજજ્ઞોના મતે શિસ્ત નો આગ્રહ એક કડકપણા તરીકે દેખાય તેવુ પણ બનતુ હોય છે

@_______________

શબ્દો લુપ્ત થાય છે

આપણે વ્યવહારમા ગુજરાતી (આપણી માતૃભાષા ) બોલીએ અને શિક્ષણમા લેખન વાંચન અભિવ્યક્તિ વગેરે વખતે ગુજરાતીનો ઉપયોગ કરીએ ત્યારે બંને બાબતે અંતર લાગે છે આ અંતર ઓછુ થાય તે આવકાર્ય છે કેમકે લેખન ના શબ્દોની વિવિધતા ભવ્યતા આકર્ષણ વગેરે અનોખુ હોય છે તે દિશામા વિચારતા રહેવાથી લુપ્ત થઇ રહેલા શબ્દો ફરીથી તેનુ સ્થાન મેળવી શકે તેવો એક અભિપ્રાય મળ્યો છે

@___________________


BGB

b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)

gov.accre.journalist

jamnagar

8758659878
[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!