HIMATNAGARSABARKANTHA

જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

*****************

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પોળો હોલ ખાતે મળી હતી. જેમાં ભાગ-૧ માં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા બેઠકમાં લોકસભાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા અને ખેડબ્રહ્માના ધારાસભ્યશ્રી ડૉ. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રજૂ કરેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સંબંધીત અધિકારીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ અધિકારીઓને તાકીદ કરી હતી કે સંકલનની બેઠકમાં કચેરીના વડા જાતે ઉપસ્થિત રહે અને પૂર્તિ વિગતો સાથે આવે અને પેટા પ્રશ્નો ઉદભવે તો તેનો જન પ્રતિનિધિને સંતોષકારક રીતે ઉત્તર આપી શકે. પદાધિકારીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નો સમયસર તેમને રૂબરૂ કાર્યાલય પર પહોંચાડીને કનફોર્મ કરી લેવા જણાવ્યું હતું અને બેઠક મળે તે પહેલાં જે તેમને જવાબદારી મળી જાય જેથી તેઓ લોકોને જવાબથી વાકેફ કરી શકે. ક્યાંક અસંતોષ જણાય તો સ્થળ વિઝીટ કરીને પ્રોપર પ્રશ્નનું નિરાકરણ થયું છે કે નહીં તે ચેક કરી લે. નીતિ વિષયક બાબતો હોય તો તે પણ જણાવે અને સમય મર્યાદા બાંધીને ઉકેલથી ખાતરી આપે.

આ બેઠકમાં માર્ગ મકાન વિભાગ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહેકમ કેટલી જગ્યા ભરાયેલી છે કેટલી ખાલી છે, જર્જરીત મકાનો પ્રાથમિક શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, શિક્ષણની ગુણવત્તા અને આંગણવાડીના તૈયાર થયેલા મકાનોમાં બાળકોને બેસવાની વ્યવસ્થા, આંગણવાડી રીપેરીંગ, આચાર સંહિતા,

પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્મા કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી જેમાં આદિજાતિ ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરના ન્યુક્લિયસ બજેટ ખર્ચ તાલુકાની સમીક્ષા બેઠકની સમયસર જાણ, જળાશયોની આસપાસના વિસ્તારો વળતર વાવેતર, વન અધિકાર અંગે કનડકત અરજીઓ પેન્ડિંગ જેવી બાબતો ખેડબ્રહ્માના ધારાસભ્યશ્રીએ રજૂ કર્યા હતા અને કેટલાક પ્રશ્નો પેન્ડિંગ રાખવા જણાવ્યું હતું.

હિમતનગરના ધારાસભ્યશ્રી દ્વારા શાળાના ઓરડાઓની મંજૂરી ડિઝાઇન તથા સાંસદશ્રીએ ૧૫ રસ્તાઓના મરામત અને ખાણ ખનીજ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાણ ખનીજ વિભાગ અંગે કલેક્ટરશ્રીએ દંડની પ્રક્રિયા કરવા અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં આગામી ૨૭મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજશે.તે અંગેની ગુજરાતી પુસ્તિકા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અર્પણ કરી કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા ૨૬ જાન્યુઆરી વડાલી ખાતે યોજાનાર છે તેની તૈયારીઓ અંગે તથા રીયલસલ અંગે ચર્ચા કરી હતી અને દરેક વિભાગો મંત્રીશ્રીની સ્પીચ માટે જિલ્લાના સંબંધીત વિભાગોની સિદ્ધિઓ અંગેની યોજનાકીય સિદ્ધિઓ માહિતી ખાતાને પહોંચાડે જેથી કરીને જિલ્લાનું વિકાસલક્ષી ચિત્ર રજૂ કરી શકાય. લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને સરકારી જમીન જે વિભાગને કચેરી માટે જોઈએ તેમણે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી. લોકોના પ્રશ્નોના નિકાલ, અમૃત સરોવર પર ફ્લેગ હોસ્ટિંગ કરવા તેમજ સરકારી કચેરીઓ દ્વારા વેરા વસુલાત, ખાનગી અહેવાલ લેખન, તાબાની કચેરીનું નિરીક્ષણ તેમજ શહીદ દિન નિમિત્તે સૈનિક કલ્યાણ ફંડમાં લોક ફાળો આપવા ચર્ચા કરાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ દ્વારા આગામી ૨૯મી તારીખે જિલ્લા પંચાયતની ગૌણ સેવા પસંદગી ભરતી અંગેની જાણકારી આપી હતી. અંદાજે ૪૦ હજાર ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જેમાં સંબંધિત વિભાગોનો સહયોગ લેવામાં આવશે. તો પરીક્ષા સંબંધિત ફ્લાઇંગ સ્કોડ અંગે જવાબદારી આવે તે સૌએ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ,પ્રાંત અધિકારી સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!