GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરતા કર્તવ્ય બોધનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો..

ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરતા કર્તવ્ય બોધનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકા દ્વારા જૈનાચાર્ય અજરામર સરસ્વતી શિશુ મંદિર ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા સ્ટેજ પર પધારેલ તમામ મહેમાનો નો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નારી શક્તિ દ્વારા ગાંધીધામ તાલુકાની વિધાનસભા સીટ પર સતત બીજીવાર જંગી બહુમતીથી જીત હાશીલ કરનાર અને ગાંધીધામ તાલુકાના લોક લાડીલા એવા માનનીય ધારાસભ્યશ્રી બેન શ્રી માલતીબેન મહેશ્ર્વરીનું તેમજ ગાંધીધામ તાલુકાના નગરપાલિકાના પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી જે હાલે ગાંધીધામ તાલુકાના નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ ગાંધીધામ તાલુકાના તાલુકા પંચાયત કચેરીના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મીઠીબેન સોલંકી, કચ્છ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, તેમજ શ્રીસરસ્વતી શીશુ મંદિર વિદ્યાલય આદિપુર ના આચાર્યશ્રી ભગવાનભાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ગાંધીધામ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહિલા અધ્યક્ષ અને અંતરજાળ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી દક્ષાબેન ભાટીનું સ્ટેજ પર પધારેલ ઉપસ્થિત મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ મુખ્ય વક્તા તરીકે શ્રી હિરેનભાઈ પંચાલ દ્વારા   સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા  શિક્ષકો અને બાળકોને જીવનના દરેક તબક્કે શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું. અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના મહામંત્રી રમેશભાઈ ગાગલએ  માત્ર હક નહિ પણ ફરજને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠન ની ગતિવિધિ ની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્ર્વરી, ગાંધીધામ તાલુકાના નગરપાલિકાના પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મીઠીબેન સોલંકી, કચ્છ જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, શ્રીસરસ્વતી શીશુ મંદિર વિદ્યાલય આદિપુરના આચાર્યશ્રી ભગવાનભાઈ સાહેબ, તેમજ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પૂરી ટીમ અને ગાંધીધામ તાલુકાના શિક્ષકો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

– રાજેન્દ્ર ઠક્કર
ગાંધીધામ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!