વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભૂગર્ભ જળનું સંરક્ષણ શિબિરનો ૧૪૦ ખેડૂતોએ લાભ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ, પશ્ચિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “ત્રીજી કક્ષાનો ભૂગર્ભ પાણીને લગતા પ્રશ્નો અને સહભાગી પાણી વ્યવસ્થાપન વિષયક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અવારનવાર પાણીનો બચાવ અને વરસાદી પાણીના સંગ્રહની તાલીમ યોજાતી રહે છે, “ત્રીજા કક્ષાનો ભૂગર્ભ પાણીને લગતા પ્રશ્નો અને સહભાગી પાણી વ્યવસ્થાપન” બાબતે કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ, પશ્ચિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, સંયુક્ત ઉપક્રમે જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબીરમાં વોટરબોર્ડના રિજિયોનલ ડાયરેક્ટર ડો. જી. કૃષ્ણમૂર્તિ હાજર રહ્યા હતા અને તેમણે ખેડૂતોને વરસાદી પાણીના સંગ્રહ કરવાની હાંકલ કરી હતી, આ પ્રસંગ દરમિયાન કે.વી.કે ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે બી. ડોબરીયા, ગ્રાઉન્ડ વોટર બોર્ડના વૈજ્ઞાનિક શ્રી હિમેશ પંડ્યા, કૃષિ કોલેજના સહપ્રાધ્યાપક ડો. અજય પટેલ, પોલિટેકનિક કોલેજના આચાર્યશ્રી, મહાવીર ચૌધરી, હાજર રહ્યા હતા અને ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં પાણીનું ખેતીમાં મહત્વ, જળસંગ્રહ કરવાની વિવિધ પદ્ધતિઓ, જલશક્તિ, ભૂગર્ભ પાણીની વ્યવસ્થા, ચેક ડેમ, કુવા રિચાર્જ, બોર રિચાર્જ, વરસાદના પાણીનો સંગ્રહ વ્યવસ્થા, Geo physical investigation for ground water, વહેતા પાણીના અટકાવવાના ઉપાયો વિશે ખેડૂતોને ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.આ સાથે હિમેશ પંડ્યા, વૈજ્ઞાનિક (ગ), વીરાબાબુ, વૈજ્ઞાનિક (ખ) દ્વારા ડાંગ જિલ્લામાં જમીનમાં પાણીના સ્તરને વધારવા માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઓડિયો ના માધ્યમથી શીખવાડવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં દરેક ખેડૂતોને જળ સંરક્ષણના ફોલ્ડર અને કીટ વિતરણ કરવામાં આવી હતી, ડાંગ જીલ્લામાં પડતા વધુ વરસાદને આખા વર્ષ દરમિયાન સંગ્રહ કરી યોગ્ય રીતે વાપરવાની વિવિધ પદ્ધતિઓ અને યોજનાઓથી માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી ૧૪૦ થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો અને ભૂગર્ભ જળનું સંરક્ષણ કરવા કટિબદ્ધ થયા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....