ABADASAKUTCH

ખીરસરા (વિં) ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા પરિવાર વતીથી ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સમાજ સેવકોને સન્માનિત કરાયા

૨૬-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના ખીરસરા.વિંઝાણ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા ના પ્રાંગણ માં ધ્વજ વંદન કાર્યક્રમ માં હાજરી આપવા મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરૂ સૈયદ સલીમશાબાપુ વિઝાનવી અને કચ્છ મોરબી વિસ્તારના લોકસભા સાસંદ વિનોદભાઈ ચાવડાના ભાઈ કેતનભાઈ ચાવડા એ હાજરી આપી રાષ્ટ્રીય પર્વની રોનક માં વધારો કર્યો હતો.સૌપ્રથમ ગામની સૌથી વધુ ભણેલી દિકરી નસરીનબાનુઅ બ્દુલલતીફ હિંગોરાના વરદહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો એ બાદ શાળા ના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ત્યારબાદ સૈયદ સલીમશાબાપુ અને ખીરસરા વિં ગામ ના સરપંચ આદમભાઈ હિંગોરા અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાકભાઈ હિંગોરા અને કારગીલ યુધ્ધ ના રિટાયર્ડ સૈનિક એવા ગામના તલાટી મંત્રીશ્રી લતીફભાઈ ભટ્ટી દ્વારા શાંતી નો સંદેશો આપતા શાંતિદુત ના પ્રતિક પક્ષી કબુતરો ને આઝાદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના તમામ બાળકોને જયભાઈ ચાવડા તરફથી આશ્વાસન ઈનામો તેમજ ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ગ્રામ પંચાયત તરફથી મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ સલીમશાબાપુને સમાજરત્ન એવોર્ડ ગામના વડીલ હાજીઈબ્રાહીમભાઈ ગઈધર ના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો સાથે ગામના દરેક સેવાકીય પ્રવૃતિઓ હમેશા હાજર રહેનાર અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાકભાઈ હિંગોરા નું 108 સમાજ સેવક તરીકે સન્માનપત્ર તુર્ક હાજી મોહમ્મદભાઈના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ આર્મીમેન એવા તલાટી મંત્રીશ્રી લતીફભાઈ ભટ્ટી ને સૈયદ સલીમશાબાપુ ના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ગામ માં સરકારી કર્મચારીઓ માં શિક્ષકો અને પાણીપુરવઠા તેમજ એડવોકેટ અને પોલીસ અને આરોગ્ય સહિત ના ખીરસરા ગામના અને બહારના અહીં ફરજ બજાવતા તમામની સેવાની કદરૂપે ખીરસરા વિં ગ્રામ પંચાયત તરફથી તેમને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળા ના મુખ્ય શિક્ષીકા કેવળ બહેનને તાલુકા માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ગાંધીનગરથી મડેલ હતો બહેન શ્રી એ શાળા તેમજ ગામનો ગૌરવ વધારતા તેમને પણ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ સૈયદ સલીમશાબાપુ બાપુ દ્વારા 26મી જાન્યુઆરીના દિવસની મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આપણો દેશ 1947માં આઝાદ થયો પણ લોકોની ખરી આઝાદી 1950 ના 26મી જાન્યુઆરી ના દિવસ મળી એટલે જ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ બાબતે વીસ મીનીટ સ્પીચ સાંભળીને આવેલા તમામ મહેમાનો અને ગ્રામજનો તેમજ શાળાના વિધાર્થીઓએ તાડીઓથી વધાવી લીધું હતું.આ કાર્યક્રમમાં ગામ ના આગેવાનો માં હાજીઆદમ ડાડા અને માજી સરપંચ હાજીમુસાભાઈ અને માજી સરપંચ ડાડાભાઈ અને માજી સરપંચ હાજી ઈબ્રાહિમભાઈ અને મીઠુભાઈ મહેશ્વરી અને પુર્વ ઉપસરપંચ જેઠાલાલ મહેશ્વરી અને કાસમભાઈ અને ઈબ્રાહિમભાઈ અને હાજી દાઉદ અને સુલતાનભાઈ અને દેવલ બહેન અને ડુમરા હાઈસ્કુલ ના રિટાયર્ડ પ્રિન્સીપાલ હાજી મોહમ્મદ સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થા અશરફભાઈ હિંગોરા અને ઈલીયાસભાઈ હિંગોરા અને કાદરભાઈ અને હાજીજકરીયાભાઈ એ કરી હતી અને સમગ્ર સંચાલન અશ્વીનસાહેબ અને સુરેખાબેન ઝાલા અને મિતલબેન પટેલ અને આદમભાઈ હિંગોરા એ કર્યો હતો.કાર્યક્રમ ના અંતે આભાર વિધિ ખીરસરા વિં ગ્રામ પંચાયત તરફ થી રીટાયર્ડ આર્મી મેન લતીફભાઈ ભટ્ટી તલાટી મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી તેમ ગ્રામ પંચાયતના ન્યાયસમિતી ના ચેરમેન રમેશભાઈ મહેશ્વરી જણાવ્યું હતું

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!